આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

હારીજ તાલુકા પંચાયતના નવીન બિલ્ડિંગના બાંધકામ દરમિયાન વહીવટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગ સાથે કમ્પાઉન્ડ વોલ અને ગેટ અલગથી બનાવવાના હતા. ગ્રાન્ટના પ્રશ્ન વચ્ચે વહીવટી મંજૂરી આપવા સુધીની ગતિવિધિ કરી દેવાઈ હતી. જોકે એકથી દોઢ વર્ષ છતાં કામગીરી અદ્ધરતાલ છે. કર્મચારીઓ અને અરજદારોને પગ તૂટી જાય તેવી હાલત પરિસરની હોવાનું સામે આવ્યું છે.

પાટણ જિલ્લાની હારીજ તાલુકા પંચાયતના પરિસરમાં પ્રવેશ કરો તો ખૂબ જ સાવચેતી રાખવી પડે તેવી સ્થિતિ બની છે. તાજેતરમાં તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવ્યું પરંતુ હજુ સુધી એન્ટ્રીગેટ અને કંપાઉન્ડવોલ બની શક્યા નથી. હકીકતે બિલ્ડીંગ સાથે અલગથી ટેન્ડરીંગ કરી ગેટ અને દીવાલ બનાવવાની હતી.

આ માટે ગ્રાન્ટનો પ્રશ્ન હોવાથી બિલ્ડીંગની બચત રકમમાંથી કામ કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેમાં તત્કાલીન કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરે કાચું કાપ્યું હતું. બચત રકમમાંથી ખર્ચ કરવાનું નક્કી કરી ટેન્ડરિંગ બાદ વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો. પાછળથી બચત રકમ ખર્ચ નહીં કરવાનું કહેતા મામલો ગૂંચવાઈ ગયો હતો.

આથી નવેસરથી દરખાસ્ત કરતા છેલ્લા એકથી દોઢ વર્ષની હારીજ તાલુકા પંચાયતનો ગેટ અને દિવાલ તૈયાર થઈ શકી નથી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code