હારીજઃ બ્રાહ્મણ પરિવાર ઉપર આભ ફાટ્યું, બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત

અટલ સમાચાર, પાટણ હારીજના એક બ્રાહ્મણ કુટુંબને ગોઝારો અકસ્માત નડતા કુટુંબ વિખેરાયું છે. તાલુકાના જ માંકા ગામે પતિ-પત્ની અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા. જેઓને અકસ્માત નડતા પિતા-પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરૂણ ઘટનાની મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારીજ તાલુકાનો બ્રાહ્મણ પરિવાર બાઈક
 
હારીજઃ બ્રાહ્મણ પરિવાર ઉપર આભ ફાટ્યું, બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત

અટલ સમાચાર, પાટણ

હારીજના એક બ્રાહ્મણ કુટુંબને ગોઝારો અકસ્માત નડતા કુટુંબ વિખેરાયું છે. તાલુકાના જ માંકા ગામે પતિ-પત્ની અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા. જેઓને અકસ્માત નડતા પિતા-પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હારીજઃ બ્રાહ્મણ પરિવાર ઉપર આભ ફાટ્યું, બાઈક સવાર પિતા-પુત્રના કરુણ મોત

કરૂણ ઘટનાની મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારીજ તાલુકાનો બ્રાહ્મણ પરિવાર બાઈક પર સવાર થઈ કોઈ કામ અર્થે માકા ગામે જઈ રહ્યો હતો. ત્યાં હાઈવે પર સવારે આશરે 10 વાગે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બ્રહ્મ સમાજના આગેવાન નીતિનભાઈ જોષી અને વ્હાલસોયા એકના એક પુત્રને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું છે. જ્યારે તેઓના પત્નીને ગંભીર ઈજાઓ થતા પાટણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પુત્ર આશરે 5  થી 6 વર્ષનો હોવાનું માલુમ પડ્યું છે.

ઘટનાને પગલે હારીજ બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. મૃતક સમાજના આગેવાન હોવાથી ઘટનાની જાણ થતા સગા-સંબંધીઓ અને ઓળખીતાઓ મોટી સંખ્યામાં હારીજ પહોંચી રહ્યા છે.