હાશ! ગુજરાતમાં આ જગ્યાએ વરસાદ વરસ્યો, ઠંડકનો પ્રથમ અનુભવ

અટલ સમાચાર, દક્ષિણ ગુજરાત કાળઝાળ ગરમી પછી દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી સહિત બિલીમોરાનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે. આ ઉપરાંત સુરત જિલ્લાનાં વાતાવરણમાં પણ પલટો આવતા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની ગયું છે. ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબીર, વઘઈ તાલુકાનાં વાતાવરણમાં
 
હાશ! ગુજરાતમાં આ જગ્યાએ વરસાદ વરસ્યો, ઠંડકનો પ્રથમ અનુભવ

અટલ સમાચાર, દક્ષિણ ગુજરાત

કાળઝાળ ગરમી પછી દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી સહિત બિલીમોરાનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે. આ ઉપરાંત સુરત જિલ્લાનાં વાતાવરણમાં પણ પલટો આવતા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની ગયું છે. ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબીર, વઘઈ તાલુકાનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.

આકરા બફારા અને ગરમીને કારણે ત્રાહીમામ પોકરી ઉઠેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાનાં સમાચાર આવતા જાણે રાહત થઇ છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે. નવસારીના ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડના પારડી અને આસપાસના વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.

વિધિવત રીતે વરસાદનું આગમન ક્યારે થશે?

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં જૂન મહિનાનાં ત્રીજા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થશે. આ વર્ષે જૂનના બીજા અઠવાડિયામાં મુંબઇમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. ગુજરાતમાં 10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થશે જયારે ઉત્તર ગુજરાતમાં જુલાઈના પ્રથમ અઠવાડીયે વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે.