અટલ સમાચાર,પાલનપુર
પાલનપુર નજીક આવેલા હાથીદ્રા મુકામે ગેલેકસી અને કેસરબા જાડેજા સ્કૂલના વિધાર્થીઓની શૈક્ષણિક ચિંતન શિબિર યોજાયી હતી.
હરગંગેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ પર ગત તા. ૧૯ અને ર૦ જાન્યુઆરીના રોજ વિધાર્થીઓને શ્રેષ્ટ જીવન કઈ રીતે જીવી શકાય,પડકારો અને સંઘર્ષનો સામનો કઈ રીતે કરી શકાય અને અનુશાસનમા કઈ રીતે રહેવુ જોઈએ વગેરે બાબતો વિશે નૈલેશભાઈ જોષી,મેઘરાજભાઈ ચૌધરીએ સમજ આપી હતી. આ શિબિરનું રાત્રી રોકાણ સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં હરગંગેશ્વર મહાદેવના પુજારી દયાલપુરી મહારાજ તથા આચાર્ય હાથીદ્રા પે સેન્ટર શાળા ઘ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું છે.