આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

બનાસકાંઠા જીલ્લાના વિવિધ પંથકમાં માર્ગ પરિવહન જોખમી રીતે ચાલતું હોવાની તસ્વીરો ફરી એકવાર સામે આવી છે. વાવ નજીકના બે ગામ વચ્ચે શાળા જવા-આવવા ખાનગી જીપ-ડાલાનો ઉપયોગ થઇ રહયો છે. જેમાં ઓવરલોડ મુસાફરી વચ્ચે વિદ્યાર્થીઓ રીતસરના લટકીને અપડાઉન કરતા હોવાની બાબત સામે આવી છે. તસ્વીરોને પગલે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જોખમી સમયમાંથી પસાર થવુ પડે છે.

બનાસકાંઠા જીલ્લામાં અંબાજી નજીક તાજેતરના ગમખ્વાર અકસ્માત બાદ સરકારની સુચનાનું ઉલ્લંઘન થઇ રહયુ છે. વાવ તાલુકાના માડકા, બેણપ અને ડેડાવાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દૈનિક ધોરણે નજીકના તીથગામની શાળાએ જાય છે. શાળાએ જવા-આવવા દરમ્યાન બસની નહીવત્ ફ્રીક્વન્સી સામે મોટાભાગે ખાનગી વાહનોનો ઉપયોગ થાય છે.

ગુરૂવારે બપોરે વિદ્યાર્થીઓ શાળાએથી ઘેર આવતા દરમ્યાનની ભયાનક તસ્વીરો સામે આવી છે. જેમાં આગળ-પાછળ અને જીપ-ડાલાની ઉપર સુધી મુસાફરો લટકીને જતા જોવા મળી રહયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઓવરલોડ મુસાફરી સાથે પરિવહન દરમ્યાન સહેજ પણ બેદરકારી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના ઉભી થઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code