આરોગ્યઃ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ટાળો, નુકશાન ઉપયોગકર્તાને જ થશે

અટલ સમાચાર, ડેસ્ક સ્માર્ટ ફોનના જમાનામાં લોકો દિવસભર ફોનમાં વ્યસ્ત જણાતા હોય છે. ફરિયાદો તો એવી સાંભળવા પણ મળે છે કે, સ્માર્ટફોને પરિવારથી દૂર કરી દીધા છે તો કેટલાક પરિવારોમાં ડખાનું કારણ પણ બની બેઠા છે. આતો થઈ વધુ પડતા મોબાઈલ ફોનના ઉપયોગની વાત. પરંતુ તે આરોગ્ય માટે પણ ખતરો ઉભો કરી રહ્યા છે. મોબાઈલ
 
આરોગ્યઃ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ટાળો, નુકશાન ઉપયોગકર્તાને જ થશે

અટલ સમાચાર, ડેસ્ક

સ્માર્ટ ફોનના જમાનામાં લોકો દિવસભર ફોનમાં વ્યસ્ત જણાતા હોય છે. ફરિયાદો તો એવી સાંભળવા પણ મળે છે કે, સ્માર્ટફોને પરિવારથી દૂર કરી દીધા છે તો કેટલાક પરિવારોમાં ડખાનું કારણ પણ બની બેઠા છે. આતો થઈ વધુ પડતા મોબાઈલ ફોનના ઉપયોગની વાત. પરંતુ તે આરોગ્ય માટે પણ ખતરો ઉભો કરી રહ્યા છે. મોબાઈલ ફોનનો અતિરેક શરીરની અનેક બિમારીઓ માટે જવાબદાર છે. એક રિસર્ચમાં તમે વિચાર્યું પણ નહી હોય તેવી બિમારીનો શિકાર બનતા અટકવું હોય તો આ પુરો લેખ વાંચો.

જો તમે પણ પોતાના ફોનથી દૂર રહી શક્તા નથી તો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બતાવે છે કે, મોબાઈલના વધુ ઉપયોગથી યુવાઓના માથા પર સિંગડા ઉગવા લાગે છે. જે યુવાઓ માથાના વધુ ઢાળીને મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે, તેમની ખોપડીમાં સિંગડા વિકસિત થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, 18 વર્ષથી 30 વર્ષની ઉંમરના લોકોમાં સિંગડા જેવુ હાડકુ વિકસિત થઈ રહ્યું છે. આ રિસર્ચમાં 18થી 86 વર્ષ સુધીના 1200 લોકોનો એક્સ-રે સામેલ કરવામાં આવ્યો હતો.

કરોડરજ્જુથી શરીરનું વજન શિફ્ટ થઈને માથાના પાછળના ભાગની માંસપેશિઓ સુધી જાય છે. તેનાથી કનેક્ટિંગ ટેંડન અને લિગામેન્ટ્સમાં હાડકુ વિકસીત થાય છે. તેના પરિણામે યુવકોમાં હુક કે સિંગની જેમ હાડકા વધી રહ્યાં છે. જે ગરદનની એકદમ ઉપરની તરફ ખોપડીની બહાર નીકળેલું છે. આ હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ડો.રજત ચોપડાના અનુસાર, મોબાઈલના જરૂરથી વધુ ઉપયોગને કારણે માથામાં હાડકુ નીકળી રહ્યું છે. આ હાડકાને કારણે તમારા માથાનો આકાર જ બદલાઈ જશે. તેને કારણે માથામાં દુખાવો પણ વધશે.