આરોગ્યઃ શુ તમારે ખરેખર શરીર ઉતારવું છે ? તો રોજ પીઓ આ હેલ્ધી ડ્રિંક

અટલ સમાચાર, ડેસ્ક શરીરમાં મેટોબોલિઝમની પ્રક્રિયા ઘણી જ મહત્વની હોય છે. મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જ્યારે તમારું મેટાબોલિઝમ મજબૂત હોય. નહીંતો આ બધું ચરબીનાં રૂપે શરીરમાં જમા થતું જાય. લાઇફ-સ્ટાઇલમાં થોડા ફેરફાર વડે મેટાબોલિઝમને સ્ટ્રોન્ગ બનાવી શકાય છે. આ સાથે
 
આરોગ્યઃ શુ તમારે ખરેખર શરીર ઉતારવું છે ? તો રોજ પીઓ આ હેલ્ધી ડ્રિંક

અટલ સમાચાર, ડેસ્ક

શરીરમાં મેટોબોલિઝમની પ્રક્રિયા ઘણી જ મહત્વની હોય છે. મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જ્યારે તમારું મેટાબોલિઝમ મજબૂત હોય. નહીંતો આ બધું ચરબીનાં રૂપે શરીરમાં જમા થતું જાય. લાઇફ-સ્ટાઇલમાં થોડા ફેરફાર વડે મેટાબોલિઝમને સ્ટ્રોન્ગ બનાવી શકાય છે. આ સાથે જો તમારે તમારું વજન એક સપ્તાહમાં ઘટાડવું છે અને શરીરનું મેટાબોલિઝમ વધારવું છે, તો એના માટે તમારે આ પીણું પીવું પડશે. આ પીણું પીવાથી શરીરની ચરબી ઓગળે છે અને શક્તિ મળે છે.

સામગ્રીઃ

આ પીણું બનાવવા માટે તમને આ પ્રમાણેની સામગ્રી જોઇશે. 8.5 કપ પાણી, 1 ચમચી છીણેલું આદુ કે આદુ પાવડર, 1 મધ્યમ સાઈઝની કાકડી બારીક સમારેલી, 1 મધ્યમ સાઈઝનું લીંબૂ, બારીક સમારેલા 12 ફુદીનાના પાન.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત-

એક જગમાં બધી સામગ્રીઓ નાખીને તેને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેમાથી લીંબૂની સ્લાઈસ, આદું અને ફુદીનાનાં પાન કાઢી લો. પછી આ ડ્રિંકને ગ્લાસમાં નાખી પી લો. તમે ઈચ્છો છો વધતી ગરમીમાં આ પાણીને 2 દિવસ સુધી ફ્રીજમાં મુકીને પછી પણ પ્રયોગ કરી શકો છો. અથવા તો રોજ બનાવીને રોજ પણ પી શકો છો.

આ ડ્રિંકમાં જેટલી પણ સામગ્રી છે એ હેલ્ધી અને શરીરને શુદ્ધ કરે છે. કાકડીમાં બહુ ઓછી કેલરી હોય છે અને આ વેટ લોસ માટે તે ખૂબ જ સારી ગણાય છે. આદુ પેટને પૂરી રીતે ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે, જેથી તમને ઘણા લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. લીંબૂમાં પેક્ટિન ફાઈબર હોય છે જે ફૂડ ક્રેવિંગને ઓછું કરે છે. આ સાથે લીંબૂ શરીરને કલીંઝિંગ કરવાનું પણ કામ કરે છે. ફુદીનો પાણીમાં સ્વાદ ભરવાનુ કામ કરે છે. આ ઉપરાંત ફૂડ ક્રેવિંગને પણ ઓછું કરે છે.