આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ઉનાળામાં ગરમીની સીઝન શરુ થઇ ગઇ છે. આ સીઝનમાં બધાને ફ્રીજમાં રાખેલુ ઠંડુ પાણી પીવું ખુબ ગમે છે. આ પાણી ભલે શરીરને ઠંડક પહોંચાડે, પરંતુ અસલમાં તેનું સેવન કરવાથી ઘણા નુકશાન થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચન તંત્ર નબળુ પડે છે. સાથે સાથે તે અનેક બિમારીઓનું કારણ પણ બને છે. આવો જાણીએ ફ્રિજનુ ચિલ્ડ પાણી પીવાથી કેવા નુકશાન થાય છે.

1 વધુ ઠંડુ પાણી પીવાથી બોડીનું ફેટ બર્નિંગ પાવર સ્લો થઈ જાય છે અને મેટાબોલિઝ્મ સ્લો થાય છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.

2 ભારે માત્રામાં ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. તેનાથી શરીરમાં નબળાઇ અને સુસ્તી વધીને એનર્જી લેવલ ઘટવા લાગે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3 ગરમીમાં ઠંડુ પાણી પીવુ આમ તો દરેકને ગમે છે, પરંતુ સખત તાપ અને ગરમીના કારણે થોડુ પાણી પીને તરસ છીપાઇ જાય છે. આ કારણે શરીરમાં પાણીની કમી થાય છે. સાથે ડીહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે. તેથી નોર્મલ પાણી પીને તમારી તરસ છીપાવો જેથી ડિહાઇડ્રેશનથી બચી શકો.

4 રોજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની ફરિયાદ રહે છે. તેના સેવનથી ડાઇજેસ્ટીવ સિસ્ટમ ખરાબ થવા લાગે છે. આવા સંજોગોમાં તે ઘણી વધુ બિમારીઓનુ કારણ બને છે. આયુર્વેદમાં પણ કોઇ બીમારી શરુ થવાનુ કારણ કબજિયાત જ માનવામાં આવે છે.

5 જરુર કરતા વધુ ઠંડુ પાણી પીવાથી શરીરની અંદરની કોશિકાઓ સંકોચાવા લાગે છે. આવા સંજોગોમાં તે યોગ્ય રીતે કામ કરી શકતી નથી. સાથે સાથે મેટાબોલિઝમ અને હાર્ટ રેટને પણ ઘટાડી શકાય છે. આવા સંજોગોમાં હાર્ટ એટેક થવાનો ખતરો વધે છે.

6 ફ્રિજનુ વધુ ઠંડુ પાણી પીવાથી ગળુ ખરાબ થાય છે. તેનાથી ટોન્સિલ્સ, ફેફસા અને પાચનતંત્ર સાથે જોડાયેલા રોગ થવાના ચાન્સ વધી જાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code