આરોગ્યઃ માથાના દુખાવાને દૂર કરવા અપનાવો આ પાંચ ઘરગથ્થુ નુસખા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં વાદળિયુ વાતાવરણ રહે છે. જેના કારણે અનેક લોકોને માથાનો દુખાવો થયા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે પેઈનકિલર દવાઓનું સેવન કરતા હોવ છો. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય
 
આરોગ્યઃ માથાના દુખાવાને દૂર કરવા અપનાવો આ પાંચ ઘરગથ્થુ નુસખા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વાદળિયુ વાતાવરણ રહે છે. જેના કારણે અનેક લોકોને માથાનો દુખાવો થયા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે પેઈનકિલર દવાઓનું સેવન કરતા હોવ છો. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ નુસ્ખાઓ પણ ફાયદાકારક નીવડે છે. આ ઘરેલુ નુસ્ખાની મદદથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને દુખાવાથી રાહત પણ મળે છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે અહીંયા ઘરેલુ નુસ્ખા જણાવવામાં આવ્યા છે તે જોઇએ.

તુલસી – જો તમને માથામાં સખત દુખાવો થઈ રહ્યો છે તો તમે તુલસીના પાનથી આ દુખાવાથી રાહત મેળવી શકો છો. માથામાં સખત દુખાવો થાય તો એક કપ પાણીમાં તુલસીના પાન નાંખીને આ પાણીને ઉકાળી લો. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. આ મિશ્રણનું સેવન કરવાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે.

પાણી – ક્યારેક ક્યારેક શરીરમાં પાણીની કમી થવા પર માથાનો દુખાવો થાય છે. આ પરિસ્થિતિમાં શરીરને હાઈડ્રેટેડ રાખો અને વધુ માત્રામાં પાણીનું સેવન કરો. એક્યુપ્રેશર – એક્યુપ્રેશરની મદદથી માથાના દુખાવાથી રાહત મળે છે. તમારા બંને હાથની હથેળીઓને સામે લાવીને એક હાથથી બીજા હાથના અંગૂઠા અને ઈંડેક્સ ફિંગરની વચ્ચેની જગ્યાએ હલ્કા હાથે માલિશ કરો. આ પ્રકારે 5 મિનિટ સુધી માલિશ કરવાથી માથાના દુખાવાથી રાહત મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લવિંગ – માથાના દુખાવો ઓછો કરવામાં લવિંગ ખૂબ જ લાભદાયી છે. લવિંગને તવા પર ગરમ કરો. હવે આ લવિંગને રૂમાલમાં બાંધી લો. હવે આ પોટલીને થોડી થોડી વારે સૂંઘતા રહો. આ પ્રકારે લવિંગની પોટલી સુંઘવાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે.

મરી અને ફુદીનો – મરી અને ફુદીનાની ચાનું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. બ્લેક ટીમાં ફુદીનાના પાન અને મરી નાંખીને તેનું સેવન કરો. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે.