આરોગ્યઃ ચોમાસાના કારણે પેટમાં ગેસને લગતી સમસ્યા માટે અપનાવો આ નુસખા

અટલ સમાચાર, ડેસ્ક ચોમાસામાં પેટની લગતી સમસ્યામાં વધારો થાય છે. ચોમાસામાં પાણી જન્ય રોગોના પણ ફેલાવા થાય છે. સાથે જ વાતાવરણની અસરના કારણે મંદાગ્નિ, અપચો અને ગેસની સમસ્યા જેવા બિમારીઓ લોકોમાં જોવા મળે છે. વળી વરસાદના કારણે બહાર ચાલવા જવાનું પણ નથી થતી. જેના કારણે કેટલાક લોકોને બેઠાળું જીવન અને ખાવાના કારણે આવું થાય છે.
 
આરોગ્યઃ ચોમાસાના કારણે પેટમાં ગેસને લગતી સમસ્યા માટે અપનાવો આ નુસખા

અટલ સમાચાર, ડેસ્ક

ચોમાસામાં પેટની લગતી સમસ્યામાં વધારો થાય છે. ચોમાસામાં પાણી જન્ય રોગોના પણ ફેલાવા થાય છે. સાથે જ વાતાવરણની અસરના કારણે મંદાગ્નિ, અપચો અને ગેસની સમસ્યા જેવા બિમારીઓ લોકોમાં જોવા મળે છે. વળી વરસાદના કારણે બહાર ચાલવા જવાનું પણ નથી થતી. જેના કારણે કેટલાક લોકોને બેઠાળું જીવન અને ખાવાના કારણે આવું થાય છે.

ત્યારે ગેસની સમસ્યા માટે કરીને અમે તમારા માટે કેટલીક સરળ ઘરેલું ઉપાય લાવ્યા છે. જેનાથી તમારી આ સમસ્યામાં રાહત થઇ શકે છે. આ તમામ વસ્તુઓ તમને તમારા રસોડાના સામાનમાંથી મળી જશે. અને તેના નિરંતર ઉપાયથી લાંબા સમયે તમે પેટને લગતી આ સમસ્યાઓથી દૂરી બનાવી શકશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જીરું અને ખાંડનું ચૂરણ – જો તમને એસિડિટની સમસ્યા બહુ જ રહેતી હોય તો દિવસમાં ચાર થી પાંચ વાર બે ત્રણ ચપટી આખું જીરો ચાવો. ટેસ્ટ ન ભાવે તો તેમાં થોડી ખાંડ ઉમેરી શકો છો. આમ રોજ કરવાથી લાંબા તમને એસિડિટીની સમસ્યામાં રાહત અનુભવાશે. આ સિવાય તમે સવારે ગોળ અને આખું જીરું પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો પણ પી શકો છો. ભૂખ્યા પેટે આમ કરવાથી લાભ થશે.

આ સિવાય ગેસની સમસ્યા છે તો સવારે એક લસણની કળી ચાવી જાવ. જો લસણ ન ચવાય તો મઘમાં બોળીને પણ લસણ ચાવી શકો છો. આમ કરવાથી પણ લાંબા ગાળે ગેસની સમસ્યા ઓછી થાય છે. જો તમને ગેસની સમસ્યા હંમેશા રહે છે તો રોજ ખાલી પેટે એક ચમચી બેકિંગ સોડામાં લીંબુનો રસ મેળવીને પીવો. તેનાથી આ સમસ્યામાં પળવારમાં છૂટકારો મળશે.તે વાત તો બધા જ જાણે છે કે હિંગ ખાવાથી ગેસની સમસ્યામાં રાહત રહે છે. તમે ગરમ પાણીમાં હિંગ નાંખીને પીવો. તેનાથી તમને રાહત રહેશે. દિવસમાં તમે બે કે ત્રણ વાર હિંગનું પાણી પી શકો છો.

મરીથી પણ ગેસની સમસ્યામાં રાહત રહે છે. વળી તે પેટ અને કબજીયાત માટે પણ સારી રહે છે. ગેસ થવા પર દૂધમાં મરી મેળવીને પી શકો છો.તજનું સેવન કરવાથી પણ ગેસની સમસ્યામાં રાહત રહે છે. તજને પાણીમાં નાંખી ઉકાળો પછી જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય ત્યારે તેને પીઓ. રોજ સવારે ખાલી પેટે આ તજના પાણીનું સેવન કરવાથી તમારી ગેસની સમસ્યા જડમૂળથી દૂર થઇ શકે છે. વધુમાં તમે તજના આ પાણીમાં મધ નાંખીને પી શકો છો.