આરોગ્યઃ ચહેરા પર થયેલા કાળા ડાગને ઘરની આ વસ્તુઓથી દુર કરો

અટલ સમાચાર, ડેસ્ક આપણે બેદાગ અને ગોરી ત્વચા મેળવવા માટે અવનવા પ્રયોગ કરીએ છીએ. ચહેરા પર ઘણા ઉત્પાદનો લગાવીએ છીએ. કેટલીકવાર આપણા ચહેરા પર ખીલ થવા લાગે છે અને ભૂલથી આપણે ખીલને ફોડીએ છીએ તેનાથી ત્વચા પર ડાગ-ધબ્બા પડી જાય છે જે ચહેરાની આખી સુંદરતા બગાડે છે. ચહેરાના દાગ અને બ્લેક સ્પોટ હટાવવા કેટલાક ઘરેલુ
 
આરોગ્યઃ ચહેરા પર થયેલા કાળા ડાગને ઘરની આ વસ્તુઓથી દુર કરો

અટલ સમાચાર, ડેસ્ક

આપણે બેદાગ અને ગોરી ત્વચા મેળવવા માટે અવનવા પ્રયોગ કરીએ છીએ. ચહેરા પર ઘણા ઉત્પાદનો લગાવીએ છીએ. કેટલીકવાર આપણા ચહેરા પર ખીલ થવા લાગે છે અને ભૂલથી આપણે ખીલને ફોડીએ છીએ તેનાથી ત્વચા પર ડાગ-ધબ્બા પડી જાય છે જે ચહેરાની આખી સુંદરતા બગાડે છે. ચહેરાના દાગ અને બ્લેક સ્પોટ હટાવવા કેટલાક ઘરેલુ નુસખાઓ લાવ્યા છીએ જે તમને તાત્કાલીક ઉપયોગી થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હળદર અને દૂધ
હળદર અને દૂધ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને જો તમે તમારા કાળા ડાઘથી છૂટકારો મેળવવા માંગતા હો તો તમે હળદર અને દૂધનો ઉપયોગ કરી શકો છો.
બંનેને મિક્સ કરો અને પેસ્ટની જેમ તૈયાર કરો, પછી તેને તમારા ચહેરા પર લગાવો તમને જલ્દી પરિણામો દેખાશે.

મધનો ઉપયોગ કરો
ચહેરા પરના કાળા ડાઘથી છુટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો, આ માટે તમારે મધ અને લીંબુનો રસ તેમજ પાણી લેવાનું છે. અને તેમને સમાન માત્રામાં મિશ્રિત કરવાનું છે પછી તેને તમારા ચહેરા પર લગભગ 10 મિનિટ સુધી લગાવો. આ ઉપાયથી તમને જલ્દી રાહત મળશે.

મધ અને ગ્લીસરીન
મધ અને ગ્લીસરીન પણ ખુબજ સારી અસર કરે છે. ત્વચાને ચમકતી બનાવે છે. ત્વચા પર થયેલા બ્લેકહેડ્સને દુર કરે છે. ત્વચાને ખુબસુરત બનાવે છે.