આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિની અંદર આપણે આસપાસ રહેલા છોડ અને ઔષધિઓનો ઉપયોગ કરી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં આવે છે. આયુર્વેદ અનેક પ્રકારની બીમારીઓના ઉપચારનો ખજાનો માનવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર ગમે તેવા હઠીલા રોગ હોય તેને દૂર કરવા માટેની પણ યોગ્ય દવા મળી રહે છે. આજના સમયમાં આધુનિક માનવી પણ હવે પહેલાના સમયમાં ઉપયોગમાં લેવાતી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તરફ વળી રહ્યો છે.

swaminarayan

આજના સમયમાં ડાયાબિટીસ એ સૌથી મોટામાં મોટી સમસ્યા માનવામાં આવે છે. કેમ કે, વિશ્વની અંદર મોટા ભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. ડાયાબિટીસનો ઇલાજ એલોપેથી દવાની અંદર મળી રહેતો નથી. ડાયાબિટીસ ને દૂર કરવા માટેનું એક એવો કુદરતી ઉપાય કે જે તમારા માટે થશે ખૂબ જ લાભકારી.

બારમાસી શું છે ?

બારમાસી લાંબા સમયથી આયુર્વેદ શાસ્ત્રની અંદર અને ચીની દવાઓની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ મલેરિયા ગળામાં દુખાવો અને લ્યુકેમિયા જેવી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ટાઈપ-ટુ પ્રકારની ડાયાબિટીસને દૂર કરવા માટે પણ કરી શકાય છે.

બારમાસી એ ભારત દેશની અંદર સામાન્ય રીતે મળી આવતો એક એવો છોડ છે. જેને સદાબહારના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડનો ઉપયોગ લોકો પોતાના ઘરમાં સુશોભન માટે કરતા હોય છે, અને આ છોડની અંદર લગભગ બારે માસ ફુલ આવતા હોય છે. આ છોડનો ઉપયોગ ટાઈપ-ટૂ પ્રકારની ડાયાબિટીસના ઈલાજ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code