આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કડી શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન બંને છે. ઉઘાડ છતાં લાંબા સમય સુધી પાણી ખાલી નહિ થતાં રોગચાળાની દહેશત ઉભી થઇ છે. તાલુકા આરોગ્ય અને પાલિકાની સંયુક્ત ટીમે માત્ર દવા છંટકાવ કરી હાશકારો લીધાનું સામે આવ્યું છે. ડેન્ગ્યુ સહિતની બિમારીના કેસોથી રહીશો ત્રાહિમામ્ બન્યા છે. વરસાદી પાણીમાં કચરો ભરાતા ગંદકી સામે સંઘર્ષ યથાવત રહ્યો છે.


મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સ્થાનિકો ગંદકી અને આરોગ્યને લઈ ચિંતિત હોવાનું સામે આવ્યું છે. વરસાદી પાણી ભરાઇ રહેતાં કરણપુર ઠાકોરવાસ, આદર્શ હાઈસ્કૂલની સામે, શેફાલી સર્કલ નજીક શાકમાર્કેટ પાસે, સુજાતપુરા રોડ, બાલાજી અને લક્ષ્મીનારાયણ સોસાયટીની બાજુમાં રોગચાળો ગભરાવી રહ્યો છે. પાલિકા અને તાલુકા આરોગ્ય દ્વારા પાણી ખાલી કર્યા પહેલાં દવાનો છંટકાવ કરી દીધો છે.

swaminarayan
advertise

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર મચ્છરોના ઉપદ્રવ ઉપર કાબૂ મેળવી લેવા પૂરતું કામ થયું છે. હકીકતે પાણી ખાલી નહિ થવાને કારણે રોજબરોજ ઠલવાતો કચરો વધુ ગંદકી સર્જી રહ્યો છે. આવી સ્થિતિમાં ગણતરીના દિવસોમાં જ ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ટાઇફોઇડના 300થી વધુ કેસ બન્યા છે. રોગચાળાએ ભરડો લેતાં રહીશોમાં હાહાકાર મચી ગયો છે.

 વરસાદી પાણી પ્રદૂષિત બનતું કેમ ન રોક્યું ?

પાણી ભરાઇ રહેલા સ્થળોએ તંત્ર દ્વારા માત્ર ફોગિંગ કે દવાનો છંટકાવ કરી સંતોષ માનવામાં આવ્યો છે. આનાથી થોડા સમય પૂરતો મચ્છરોનો ઉપદ્રવ અટકી જશે. જોકે વરસાદી પાણીમાં આસપાસથી કચરો ભરાતા વિસ્તારો વધુ પ્રદુષિત બની રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code