આરોગ્યઃ લીંબુના આ 15 ફાયદા જાણી લો, બદલી જશે તમારી જીદંગી

અટલ સમાચાર, ડેસ્ક
આપની દરેક સમસ્યાનો જો કોઇની પાસે ઇલાજ છે તો તે છે તમારા રસોડામાં પડેલું લીંબુ. સાદા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આ લીંબુ તમારા શરીરની દરેક સમસ્યાનો ઉકેલે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે. આવો, લીંબુના લાભ વિષે થોડી વધુ જાણકારી મેળવવીએ.
લીંબુનો ઉપયોગ ઔષધીના રૂપમાં સદીઓથી કરવામાં આવે છે. તો તેમાં રહેલાં આ અગણિત તત્વોની મદદથી તે આપની સુંદરતા નીખારવાનું પણ કામ કરે છે. ફક્ત તેનો રસ જ નહીં તેની છાલ પણ તમારા કામની છે. ત્યારે ચાલો લીંબુનાં જાણીએ 15 ફાયદાઓ
1- વજન ઘટાડશે-
વજન ઉતારવા લીંબુ છે સૌથી ઉપયોગી.લીંબુમાં પેક્ટિન હોય છે. જે ભુખને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેમાં કેલરી અને ફેટ ખુબ ઓછી માત્રામાં હોય છે. લીંબુનો રસ સહેજ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટનો ભાગ ઘટે છે.
2- ઓઈલી સ્કિનથી મેળવો છુટકારો-
પિંપલ્સ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યા પાછળ ઓઈલી સ્કિન જવાબદાર છે. સ્કિન પરનુ ઓઈલ કંટ્રોલમાં લેવા લીંબુ છે કારગર ઉપાય. લીંબુ રહેલા સાઈટ્રિક એસિડ ત્વચા પર આવતા વધારાના ઓઈલના અણુઓને તોડે છે. લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સારુ પરિણામ મળી શકે છે.
3- પાચન માટે છે ફાયદારૂપ-
તમને પાચનની સમસ્યા હોય તો લીંબુનો ઉપયોગ કરો. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી તેનુ સેવન કરો. તેનાથી શરીરની અનાવશ્યક ટોક્સિન બહાર નિકળી જશે. સાથે જ પાચન તંત્ર સારુ રહે છે. ત્વચાનો રંગ પણ નિખરે છે.
4- આપશે યંગ લૂક-
ઉંમર વધવાની સાથે સાથે તેની નિશાનીઓ પણ દેખાવા લાગે છે. લીંબુ એક સારુ એંટીઓક્સીડેંટ છે. જે ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે.તમે બદામમાં લીંબુનો રસ મિક્સ કરી તેનુ ફેસ પેક બનાવી ચહેરા પર લગાવી શકો છો. આ ફેસ પેક ૨૦ મિનિટ સુધી રાખો.નિયમિત રીતે આમ કરવાથી ફરક જોવા મળશે.
5- ખીલથી મેળવો છુટકારો-
લીંબુનો રસ ખીલ કે નાની ફોલ્લી પર લગાવવાથી ફાયદો થાય છે. લીંબુમાં વિટામિન સી હોવાને કારણે તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.
6- લીંબુથી થતા સ્વાસ્થ્ય લાભ-
લીંબુ પાચનતંત્રને તંદુરસ્ત રાખવાની સાથે ગળામાં પડતા ચાંદા, હૃદય માં બળતરા અને શરીરમાં ખંજવાળ પણ દૂર કરે છે. લીંબુથી ઘા પણ ઝડપથી રુઝાય છે. તે હાડકા અને ક્નેક્ટિવ ટિસ્યુને પણ સ્વસ્થ રાખે છે.
7- હોઠ બનાવો સુંદર-
હોઠની કાળાશ દૂર કરવામાં લીંબુ ખુબ ફાયદાકારક છે. સુકાઈ ગયેલા કે ફાટી જતા હોઠ પર લીંબુનો રસ લગાવવાથી ફાયદો થાય છે.તમે ઈચ્છો તો મિલ્ક ક્રિમ અને મધમાં લીંબુનો રસ મિક્સ કરી પ્રાકૃતિક લિપ બામ બનાવી શકો છો. આ લિપ બામ લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી રહે છે.
8- સુંદર બનશે નખ-
લીંબુના રસમાં નખ ડુબાડી રાખવાથી નખ મજબુત બને છે. આ ઉપરાંત નખનુ પીળાપણુ પણ દૂર થાય છે.
9- અંડરઆર્મની કાળાશ થશે દૂર-
અંડરઆર્મ કાળા પડી જવાની સમસ્યા મહિલાઓને ખુબ સતાવે છે. જો તમે પણ આવી સમસ્યાના શિકાર બન્યા હો તો લીંબુ અંદરઆર્મ પર લગાવો અથવા તેના ટુકડા અંડરઆર્મ પર ઘસી શકો છો.
10- નિખરી ઉઠશે ત્વચા-
લીંબુનુ શરબત પીવાથી ત્વચા નરમ અને મુલાયમ બને છે. ચહેરો,ઘુંટણ કે કોણી ચમકદાર બનાવવી હોય તો રોજ આ જગ્યા પર લગાવવો લીંબુનો રસ. લીંબુ નેચરલ ટોનિકનુ કામ કરે છે.
11- ખોડાની સમસ્યાથી મળશે છુટકારો-
ખોડાના કારણે ઘણી વખતે જાહેરમાં શરમમાં મુકાવવુ પડે છે. જો તમે પણ આવી સમસ્યાનો શિકાર બની ચુક્યા હો તો તમારા હેરમાં લીંબુનો રસ તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો. થોડી વાર આ મિશ્રણથી હેરમાં મસાજ કર્યા બાદ વાળ ધોઈ લો. તેનાથી ડૈંડ્રફ ગાયબ થઈ જશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
12-પ્રાકૃતિક બ્લીચ-
પ્રાકૃતિક લાઈટનિંગ અજેંટ હોવાને કારણે તે ત્વચા માટે ઘણુ ફાયદાકારક છે. માટે લીંબુનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનના રૂપમાં કરવામાં આવે છે. લીંબુના રસમાં ફેસ પેક મિક્સ કરીને પણ ત્વચા પર લગાવી શકો છો. આનાથી દાગ-ધબ્બા થઈ જાય છે દૂર.
13-હાથને બનાવો સુંદર-
મધ અને બદામનુ તેલ લીંબુના રસમાં મિક્સ કરીને હાથ પર મસાજ કરી શકો છો. મસાજ કરવાથી ખભા નરમ અને સાફ થઈ જાય છે.
14-મોંની દુર્ગંધ થશે દૂર-
શ્વાસમાં તાજગી ભરવાની સાથે લીંબુ મોં માંથી દુર્ગંધ દૂર કરે છે. અડધા લીંબુને એક ચમચી મીઠા અને બેકિંગ સોડા સાથે દાંત પર ઘસવાથી દાંત ચમકદાર બને છે.
15-હેર કલર દૂર કરવામાં મળે છે મદદ-
વાળમાં તમે કરાવેલ હેર કલર દૂર કરવો હોય તો જે વાળમાં લીંબુનો રસ લગાવો અને તેને તડકામાં સુકાવા દો.લીંબુમાં રહેલ સાઈડટ્રિક એસિડથી હેર કલક દૂર થઈ જાય છે.