આરોગ્ય@મહેસાણા: વરસાદી વાતાવરણ વચ્ચે જીલ્લામાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના વાયરસથી થોડીક રાહત મળ્યાં બાદ હવે મહેસાણા જીલ્લામાં મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. મહેસાણા જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઇ મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે. મહેસાણા જીલ્લાના સરકારી હોસ્પિટલોમાં અત્યાર સુધી મેલેરિયા અને ડેન્ગ્યુના 45 કેસ નોંધાયાનું સામે આવયુ છે. જ્યારે ચિકનગુનિયાનો પણ
 
આરોગ્ય@મહેસાણા: વરસાદી વાતાવરણ વચ્ચે જીલ્લામાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના વાયરસથી થોડીક રાહત મળ્યાં બાદ હવે મહેસાણા જીલ્લામાં મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. મહેસાણા જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઇ મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે. મહેસાણા જીલ્લાના સરકારી હોસ્પિટલોમાં અત્યાર સુધી મેલેરિયા અને ડેન્ગ્યુના 45 કેસ નોંધાયાનું સામે આવયુ છે. જ્યારે ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોન નહીં નોંધાતાં આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવે જીલ્લામાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ અને મેલેરીયાના કેસોમાં વધારો નોંધાયો છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછા કેસો નોંધાયાનું પણ સામે આવ્યુ છે. મહેસાણા જીલ્લાની અલગ-અલગ સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાના 38 કેસ, ડેન્ગ્યુના 6 કેસ અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. આ તમામના અગાઉ બ્લડ રીપોર્ટ કરાવ્યા બાદ કેસો સામે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોગ્ય તંત્ર દ્રારા મહેસાણા જીલ્લામાં 2 લાખથી વધુ લોકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે બાદમાં રીપોર્ટ સામે આવતાં ડેન્ગ્યુના 186 સેમ્પલ સામે ડેન્ગ્યુના 6 કેસ, ચિકનગુનિયાના 39 સેમ્પલની સામે 1 કેસ અને મેલેરિયાના 38 કેસ ખુલ્યાં હતા. જેને લઇ તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.