આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રતિ વર્ષની જેમ ઝાડા નિયંત્રણ પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આશાવર્કર્સ દ્વારા ગૃહ મુલાકાત લઈ 5 વર્ષ સુધીના બાળકોને ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના 1,32,500 કરતાં વધુ બાળકોને 1,191 આશાવર્કર્સ દ્વારા આવરી લેવામાં આવશે. વર્ષ 2014થી પ્રતિ વર્ષ ચોમાસા પહેલા અને તે દરમ્યાન સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા (ઈન્ટેન્સિફાઈડ ડાયેરિયા કંટ્રોલ ફોર્ટનાઈટ)ની ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલુ વર્ષે તા.19/07/2021થી તા.02/08/2021 સુધી ઝુંબેશ સ્વરૂપે ચાલનારી આ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લાની કુલ 1,191 આશાવર્કર્સ દ્વારા ગૃહ મુલાકાત લઈ પાંચ વર્ષની ઉંમર સુધીના જિલ્લાના કુલ 1,32,508 જેટલા બાળકો પૈકી દરેકને ઓ.આર.એસ.ના બે પેકેટ્સ અને ઝાડા થયેલા હોય તેવા બાળકોને ઓ.આર.એસ. ઉપરાંત ઝીંકની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ વિશ્લેષણોમાં જણાયું છે તેમ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા બાળકો પૈકી ૨૨ ટકા બાળકોને ઝાડા, ઉલટીતથા પેટનો દુખાવો થાય છે. જેને ધ્યાને લઈ હાલના સમયમાં આ કામગીરી આવશ્યક બનતાં આરોગ્ય વિભાગ તેને અટકાવવા કટીબદ્ધ થયું છે.

ઉલ્લેખનિય છે કે, 5 વર્ષની નાની ઉંમર ધરાવતા બાળકોમાં ઝાડાએ દસ ટકાના દર સાથે બાળમૃત્યુનું એક મુખ્ય કારણ છે. મુખ્યત્વે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરીવારોમાં સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનાઓમાં ઝાડાના કારણે બાળકોના મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. બાળકોને ઝાડા દરમ્યાન ઓ.આર.એસ અને ઝીંકની ગોળીઓ અને પર્યાપ્ત પોષક તત્વો આપવાથી ડિહાઈડ્રેશન અને મૃત્યુ અટકાવી શકાય છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code