આરોગ્યઃ એસિડિટીની સમસ્યા છે? તો રાહત મેળવવા માટેના આહાર જાણી લો

અટલ સમાચાર, ડેસ્ક ફૂડ ઈન્ટેક, અધિક માત્રામાં ભોજન કરવું, યોગ્ય ઊંઘ ન લેવી આ તમામ બાબતોને કારણે એસિડિટી તથા અન્ય પેટની સમસ્યા થઈ શકે છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર તથા આહાર પ્રણાલીમાં કેટલાક ખાદ્ય પદાર્થ ઉમેરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. ન્યુટ્રીશનિસ્ટ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર જૂહી કપૂરે એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે કેટલીક માહિતી આપી છે.
 
આરોગ્યઃ એસિડિટીની સમસ્યા છે? તો રાહત મેળવવા માટેના આહાર જાણી લો

અટલ સમાચાર, ડેસ્ક

ફૂડ ઈન્ટેક, અધિક માત્રામાં ભોજન કરવું, યોગ્ય ઊંઘ ન લેવી આ તમામ બાબતોને કારણે એસિડિટી તથા અન્ય પેટની સમસ્યા થઈ શકે છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર તથા આહાર પ્રણાલીમાં કેટલાક ખાદ્ય પદાર્થ ઉમેરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. ન્યુટ્રીશનિસ્ટ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર જૂહી કપૂરે એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ‘દૈનિક આહારશૈલીમાં કેટલાક ખાદ્યપદાર્થ ઉમેરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. મોટાભાગના કેસમાં અયોગ્ય જીવનશૈલીના કારણે એસિડિટી થાય છે. મોડી રાત સુધી જાગવાથી, યોગ્ય સમયે ભોજન ન કરવાથી, અધિક ભોજન કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એસિડિટીથી રાહત મેળવવા માટેના આહાર

કેળા: સવારે નાશ્તામાં એક કેળાનું સેવન જરૂરથી કરવું જોઈએ. જેનાથી એસિડિટી થવાની સંભાવના ઓછી થઈ જાય છે. તકમરિયા: નિયમિત એક ગ્લાસ પાણીમાં બે ચમચી તકમરિયા નાંખીને તે પાણીનું જરૂરથી સેવન કરવું જોઈએ. તકમરિયાની પ્રકૃતિ ઠંડી હોય છે, જે એસિડિટીની સમસ્યાથી રાહત આપવામાં સહાય કરે છે. જૂહી કપૂરે જણાવ્યું કે, માસિકધર્મ દરમિયાન અથવા સર્દી-ખાંસી થઈ હોય તો તકમરિયાનું સેવન ન કરવું જોઈએ. નારિયેળ પાણી: જૂહી કપૂરે જણાવ્યું છે કે, સવારે 11 વાગ્યે એક ગ્લાસ નારિયેળ પાણીનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા ઓછી થઈ જાય છે.

નીચે જણાવેલ આદતોમાં ફેરફાર કરવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળશે

થોડી થોડી વારે ઓછી માત્રામાં ભોજન કરો.
વધુ પડતા પ્રોટીનનું સેવન ના કરવું.
સપ્તાહમાં માત્ર 2 થી 3 વાર માંસાહારી ભોજન કરવું જોઈએ.
દૈનિક આહારમાં અનાજ જરૂરથી હોવું જોઈએ.
ભોજન કર્યા બાદ 100 પગલા સુધી ચાલવું જ જોઈએ.
વજ્રાસનમાં બેસો.
હંમેશા સકારાત્મક અને ખુશ રહો.