આરોગ્યઃ દરરોજ બદામ ખાવાથી થાય છે અનેકઘણા ફાયદાઓ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક
બદામ ખાવાના અનેક ફાયદા છે. દરરોજ બદામ ખાવાથી ચહેરા પરની કરચલીઓને દૂર કરી શકાય છે. કેલિફોર્નિયામાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર દરરોજ સવારે નાસ્તામાં થોડી બદામ ખાવાથી કરચલીની સાઈઝ અને તેની તીવ્રતામાં ઘટાડો આવે છે. આ રિસર્ચ કેલિફોર્નિયાનાં ‘એલમોન્ડ બોર્ડ’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં બદામ ખાવાથી શરીરની ચામડી પર થતી અસરનું અવલોકન કરવામાં આવ્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ રિસર્ચમાં 28 પોસ્ટ મેનોપેઝયુઅલ મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમાંથી 1 ગ્રૂપની મહિલાઓને દરરોજ 60 ગ્રામ અથવા દિવસની 20% કેલરી જેટલી બદામ ખવડાવવામાં આવતી હતી અને બીજા ગ્રૂપની મહિલાઓને ડ્રાયફ્રુટ વગરનો નાસ્તો આપવામાં આવતો હતો.
રિસર્ચ દરમિયાન ચોથા, આઠમા અને 16મા અઠવાડિયે આ તમામ મહિલાઓની ત્વચાનું નિરીક્ષણ કરવામાં આવતું હતું. તેમાં હાઈ રિઝોલ્યુશન ફેશિયલ ઇમેજિંગ અને 3D મોડલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં નાસ્તામાં બદામ લેતી મહિલાઓના ગ્રૂપમાં ચહેરા પરની કરચલીની પહોળાઈમાં 10% અને તેની તીવ્રતામાં 9%નો ઘટાડો જોવા મળ્યો હતો. રિસર્ચમાં સામેલ ડો. શિવામણિ જણાવે છે કે, ‘આપણે જે આહાર લઈએ છે તેની અસર સ્વાસ્થ્ય પર થાય છે.’ બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન E અને ફેટિ એસિડ હોય છે. તેથી એન્ટિ એજિંગ ડાયટ માટે બદામ લેવાથી ફાયદો થાય છે.