આરોગ્યઃ વરિયાળીના ઉપયોગથી છોડી શકાય છે તમાકુંનું વ્યસન, જાણો વિગતે

અટલ સમાચાર, ડેસ્ક કોઈપણ વ્યસનથી મુક્ત થવા માટે બે વસ્તુ જરૂરી હોય છે. એક ઈચ્છા શક્તિ અને બીજું વ્યસનની લતથી મુક્ત થવાના વિકલ્પો. સૌથી પહેલા વ્યક્તિએ મનથી નક્કી કરવું પડે છે કે તેણે વ્યસન છોડી દેવું છે. ત્યારબાદ તેણે વ્યસનની તલબથી બચાવે તેવા વિકલ્પોને અપનાવવા જોઈએ. પહેલા કામમાં તો વ્યક્તિને કોઈ મદદ કરી શકે નહીં
 
આરોગ્યઃ વરિયાળીના ઉપયોગથી છોડી શકાય છે તમાકુંનું વ્યસન, જાણો વિગતે

અટલ સમાચાર, ડેસ્ક

કોઈપણ વ્યસનથી મુક્ત થવા માટે બે વસ્તુ જરૂરી હોય છે. એક ઈચ્છા શક્તિ અને બીજું વ્યસનની લતથી મુક્ત થવાના વિકલ્પો. સૌથી પહેલા વ્યક્તિએ મનથી નક્કી કરવું પડે છે કે તેણે વ્યસન છોડી દેવું છે. ત્યારબાદ તેણે વ્યસનની તલબથી બચાવે તેવા વિકલ્પોને અપનાવવા જોઈએ. પહેલા કામમાં તો વ્યક્તિને કોઈ મદદ કરી શકે નહીં પરંતુ બીજા વિકલ્પમાં શું મદદ કરી શકે તે તમને જણાવી દઈએ.

– તમાકુની લતને છોડવી હોય તો પોતાની સાથે હંમેશા વરિયાળી અને સાકરના પાવડરનું મિશ્રણ સાથે રાખો. જ્યારે પણ તમાકુની તલબ લાગે ત્યારે આ મિશ્રણનું સેવન કરી લેવું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

– આ સિવાય તમે અજમામાં લીંબુ અને નમક ઉમેરી થોડા શેકી લો. આ અજમાનું સેવન પણ તમે તમાકુના વિકલ્પ તરીકે કરી શકો છો. આ બંનેમાંથી જે પણ વસ્તુ તમે સાથે રાખો તેનું સેવન તમાકુનું સેવન કરતાં હોય તે રીતે જ કરવું.

– જ્યારે વ્યક્તિ તમાકુનું સેવન કરવાનું બંધ કરે છે ત્યારે તેને અનિંદ્રા, માથાનો દુખાવો, વજન વધી જવું જેવી તકલીફો થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે યોગની મદદ લેવી. આમ કરવાથી તમાકુની લત છૂટી જશે.