આરોગ્ય: જીમ જતા પહેલા અને પછી શું ખાવાથી એનર્જી મળી રહે ?

અટલ સમાચાર,ડેસ્ક મોટાભાગે શિયાળાની ઋતુમાં લોકો સવારે કસરત કરતા હોય છે તો વળી કેટલાક લોકો જીમમાં પણ જતાં હોય છે. જીમમાં જતા પહેલા અને પછી ડાયટ તરીકે શું સેવન કરવુ તે વિશે કેટલીક વાતો આપને જણાવીએ. જીમ જતા પહેલા ડાયટમાં એક સફરજન અથવા કેળુ, થોડી બદામ લઇ શકો છો. જેથી શરીરમાં એનર્જી બની રહેશે. સારા
 
આરોગ્ય:  જીમ જતા પહેલા અને પછી શું ખાવાથી એનર્જી મળી રહે ?

અટલ સમાચાર,ડેસ્ક

મોટાભાગે શિયાળાની ઋતુમાં લોકો સવારે કસરત કરતા હોય છે તો વળી કેટલાક લોકો જીમમાં પણ જતાં હોય છે. જીમમાં જતા પહેલા અને પછી ડાયટ તરીકે શું સેવન કરવુ તે વિશે કેટલીક વાતો આપને જણાવીએ.
જીમ જતા પહેલા ડાયટમાં એક સફરજન અથવા કેળુ, થોડી બદામ લઇ શકો છો. જેથી શરીરમાં એનર્જી બની રહેશે.
સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પ્રમાણમાં કેલેરી લેવી, પ્રોટીનનું ભરપુર પ્રમાણ, કાર્બોહાઇડ્રેટ્સ પર સંતુલન રાખવું અને ચરબીવાળી વસ્તુથી દૂર રાખવી જોઇએ.
તે સિવાય જીમ જતા પહેલા લેવામાં આવેલી ડાયટનો હેતુ સ્નાયૂઓથી ગ્લાયકોજન, ખરાબ પ્રોટીન અને શરીરથી કોર્ટિસોલ લેવલને ઓછું કરવું જોઇએ.
તેમજ બીજી તરફ જો તમે જીમથી પરત આવ્યા બાદ ડાયટ પર ધ્યાન આપવા ઇચ્છો છો તો તેમાં શરીર માટે જરૂરિયાત પ્રોટીન જેમ કે ઈંડા, ચિકન, ચોખા, બટાકા, લીલા શાકભાજી, વગેરે લઇ શકો છો. જેથી સ્નાયૂઓ રિલેક્સ રહેશે અને શુગર લેવલ નિયંત્રણમાં રહેશે.