આરોગ્ય: કયુ ડ્રિંક સંધિવાનાં દુઃખાવાથી જલ્દીથી આરામ આપી શકે છે ?

અટલ સમાચાર,ડેસ્ક આપણું શરીર માંસપેશીઓ, હાડકાઓ અને નર્વ્સ એટલે કે તંત્રિકાઓથી મળીને બન્યુ છે અને આ તમામ મળીને કામ કરે છે કે જેથી આપણી લાઇફ સારી રીતે ચાલે છે. મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય
 
આરોગ્ય: કયુ ડ્રિંક સંધિવાનાં દુઃખાવાથી જલ્દીથી આરામ આપી શકે છે ?

અટલ સમાચાર,ડેસ્ક

આપણું શરીર માંસપેશીઓ, હાડકાઓ અને નર્વ્સ એટલે કે તંત્રિકાઓથી મળીને બન્યુ છે અને આ તમામ મળીને કામ કરે છે કે જેથી આપણી લાઇફ સારી રીતે ચાલે છે. મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે. આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે.

જ્યૂસ કેવી રીતે બનાવશો ? 

આના માટે સૌપ્રથમ આપ એક કાકડી અને એક ઇંચ તાજી હળદરનું મૂળ લો અને તેને મિક્સમાં વાટી લો. તે પછી તેમાં થોડુક પાણી અને વનીલા મેળવી તેને પીવો. તેને આપ દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો. આપને આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં તરત આરામ મળશે. જો આપનું આર્થરાઇટિસ મેદસ્વિતાનાં કારણે છે, તો આપ વજન ઘટાડવાની સાથે-સાથે આ જ્યૂસ પણ પીવો અને દરરોજ એક્સરસાઇઝ કરો કે જેથી આપની માંસપેશીઓ અને જૉઇંટ્સ હેલ્ધી રહે. અને જો આ સમસ્યા આપના પરિવારમાં છે, તો આપ એક હેલ્થી ડાયેટ ફૉલો કરો અને પોતાનાં ભોજનમાં એંટી-ઑક્સીડંટ કે એંટી-ઇનફ્લેમેટરી ફૂડ્સનો ઉપયોગ કરો.