આરોગ્ય કર્મીઓએ પડતર માંગણીઓને લઇ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા
અટલ સમાચાર,અમદાવાદ રાજયના આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઇ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોસ્ટકાર્ડ લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રજુ કરવામાં આવેલા 1 થી 13 જેટલા પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા રૂપાણી સરકાર ઘ્વારા અવગણના થતી હોવાના આક્ષેપો સાથે આરોગ્ય કર્મીઓએ પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને મોકલતા મામલો ગરમાયો
Feb 13, 2019, 19:04 IST

અટલ સમાચાર,અમદાવાદ
રાજયના આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઇ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોસ્ટકાર્ડ લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રજુ કરવામાં આવેલા 1 થી 13 જેટલા પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા રૂપાણી સરકાર ઘ્વારા અવગણના થતી હોવાના આક્ષેપો સાથે આરોગ્ય કર્મીઓએ પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને મોકલતા મામલો ગરમાયો છે. આરોગ્ય કર્મીઓએ પોસ્ટકાર્ડમાં તેમણે તેમના નાણાકીય તેમજ વહીવટી પ્રશ્નોનું અંગે મુખ્યમંત્રી અંગત રસ લઇ તાકીદે નિરાકરણ લાવે તેવી આશા વ્યકત કરી છે.