આરોગ્યઃ દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, આ વસ્તું ભેળવીને સેવન કરવાથી ઘણી બિમારીઓ દૂર થશે

 દહીં અને ખાંડઆ બંનેનું સાથે સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત બોડીને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે.
 
dahi-01

અટલ સમાચાર, ડેસ્ક

 દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે દહીમાં અનેક એવી ચીજો છે જે ભેળવીને સેવન કરવાથી કેટલીક બિમારીઓ દૂર થાય છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વીટામીન હોય છે. આ સાથે જ તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ રહેલું હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આવો જાણીએ કે દહીં સાથે કઈ ચીજો ભેળવીને ખાવાથી તમને ફાયદા થાય છે. 

1 દહીં અને જીરૂ
દહી અને જીરૂ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો દહીં સાથે જીરૂ ખાઈ શકો છો. તેનાથી તમને જરૂર ફાયદો થશે. આ માટે તમે જીરાને શેકી લો અને ત્યારબાદ દહીંમાં  ભેળવીને સેવન કરો. 

2. દહીં અને ખાંડ
આ બંનેનું સાથે સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત બોડીને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

3. દહીં અને સિંધવ મીઠું
દહીં અને સિંધવ મીઠું સામાન્ય રીતે વ્રતમાં ખવાય છે. આ બંનેના સેવનથી એસિડિટીની સમસ્યા પણ ઓછી થાય છે. 

4. દહીં અને અજમો
દહીં અને  અજમાનું સેવન કરવાથી પણ અનેક ફાયદા થાય છે. જો દાંતમાં દુખાવો રહેતો હોય તો તેમાં રાહત મળે છે. મોંઢાના છાલામાં પણ રાહત મળે છે. 

5. દહીં અને કાળા મરી
દહીં અને કાળા મરીનું સાથે સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાં ફાયદો થાય છે. આ માટે ત્રણ ચમચા દહીંમાં બે ચમચી કાળા મરીનો પાઉડર નાખીને પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટ વાળ પર લગાવીને એક કલાક સુધી રહેવા દો. પછી વાળ ધોઈ લો. આમ કરવાથી વાળ સિલ્કી થઈ જશે અને વાળ ઉતરવાની સમસ્યા પણ ઓછી થઈ જશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે,  અટલ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.