આરોગ્યઃ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી
rasi

અટલ સમાચાર, ડેસ્ક

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી  આપી છે.  સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને મંજૂરી આપી છે. કોવેક્સીનને હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે. 
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

દેશની તમામ શાળાઓમાં હવે રસીકરણ માટે લાયક બાળકોના રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાળાએ આવતા બાળકોને રસી અપાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને કોરોનાથી બચી શકાય દેશમાં 16 માર્ચથી 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. પરંતુ હવે રસીકરણનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે અને સરકાર દરેક વયજૂથના બાળકોને રસી આપવાનો પ્રયાસ કરી રહી છે.