આરોગ્યઃ અનેક બિમારીઓનો અક્સીર ઇલાજ છે કડવા લીબડાના પાન, જાણો અનેકઘણા ફાયદાઓ
કડવા-લીમડાના-પાન

 અટલ સમાચાર, ડેસ્ક


લીમડો  સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. લીમડાના સેવનથી શરીર તંદુરસ્ત હે છે. દરરોજ લીમડાના બે પણ ખાવામાં આવે તો ઓક્સિજન  લેવલ મેન્ટેન રહે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાયબર, મેગ્નેશિયમ જેવા અનેક પોષકતત્વો પણ હોય છે. ભરપુર પ્રમાણમાં ગુણ હોવાના કારણે દરરોજ સવારે ભૂખ્યા પેટે લીમડો ખાવાની સલાહ આપવામાં આવે છે.

લીમડાના પાનના ગુણ આવી રીતે કરે છે ફાયદો

1. લીવર માટે ફાયદાકારક

ખરાબ વસ્તુઓના અને વધુ આલ્કોહોલ (Alcohol)ના સેવનના કારણે લિવરના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ત્યારે દરરોજ લીમડાના પાનનું સેવન કરી લીવરને તંદુરસ્ત રાખી શકો છો. લીમડાના પાનનું રોજ સેવન કરવાથી લીવરને નુકસાન થતું અટકાવવામાં મદદ મળે છે. તેથી જો લીવરને લગતી કોઈ સમસ્યા હોય તો તમે રોજ ખાલી પેટે બે લીમડાના પાનનું સેવન કરી શકો છો.

2. પેટમાં દુ;ખાવામાં રાહત આપે


પેટના દુ:ખાવાની સમસ્યાથી પરેશાન વ્યક્તિ માટે લીમડાના પાન ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે, લીમડાના પાનમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી જેવા અનેક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એનાલ્જેસિક તત્વો પણ હોય છે. લીમડાના પાનના રોજ સેવન કરવાથી પેટમાં દુ:ખાવો કે સોજાની સમસ્યા દૂર થાય છે. આથી રોજીંદા આહારમાં લીમડાના બે પાન ચોક્કસથી સામેલ કરી શકાય છે
 
3. અસ્થમા કંટ્રોલ કરે

અસ્થમા એ શ્વાસ સાથે સંકળાયેલો રોગ છે. તેમાં શ્વાસનમાર્ગે સોજો જોવા મળે છે. પરિણામે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુ:ખાવા સાથે ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અસ્થમાના રોગને કંટ્રોલ કરવાના લીમડાના પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે લીમડાના પાનનું સવારે અને સાંજે સેવન કરી શકો છો.

4. કફ નાશક

કફની સમસ્યામાં લીમડાના પાનનું સેવન સારો વિકલ્પ સાબિત થાય છે, લીમડાના પાનમાં થેરાપાટીન નામનું તત્વ જોવા મળે છે, જેનું સેવન કરવાથી કફની સમસ્યામાં રાહત મળે છે. કફની સમસ્યા દૂર કરવા માટે લીમડાના પાનનું સેવન કરો, સાથે જ તેનો રસ પણ ડાયટમાં સામેલ કરી શકો છો. વધુ લાભ માટે લીમડાના પાનને સૂકવીને ઘી અને હળદરથી તેનો ઉપયોગ કરી શકો છો.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

5.દાંત સંબંધિત સમસ્યાઓમાં છુટકારો આપે

લીમડામાં રહેલા તત્વ દાંતને લગતી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે, તેમાં ફ્લેવોનોઇડ્સ, સ્ટેરોઇડ્સ, બાયોએક્ટિવ જેવા ઘણા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, એક રિસર્ચ મુજબ તે દાંતને લગતી સમસ્યા અને મોંમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે

6. સ્કિનને તંદુરસ્ત રાખે

ત્વચાને સુંદર રાખવામાં પણ લીમડાના પાનનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. લીમડાના પાનના ખાસ ગુણ ત્વચા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સાથે જ લીમડાના પાનમાં પ્રોટીનનું પ્રમાણ પણ ભરપૂર હોય છે. જે ખીલ, ફોલ્લીઓ જેવી ત્વચાને લગતી સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત તમે લીમડાના પાનનું કોટિંગ પણ ત્વચા પર લગાવી શકો છો.