આરોગ્યઃ હજારો રૂપિયા ખરચવા છતા જો તમારું વજન ઉતરતું નથી તો, અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

સૌ પહેલાં તો તમે જે પણ ઉપાય કરો એ સાથે તમારે દિવસની 30 મિનિટ ચાલવું ખુબજ જરૂરી છે. આ ઉપરાંત જમ્યાનાં તુરંત બાદ ક્યારેય પથારીમાં સુવવું નથી. આ આપનાં શરીર માટે ખુબજ ખતરનાક છે. જમ્યા બાદ ઓછામાં ઓછું 10 મિનિટ આંટા અવશ્ય મારવાં.
 
fet

અટલ સમાચાર, ડેસ્ક


વધતુ વજન એક એવી સમસ્યા છે જેમાંથી દર ત્રણમાંથી એક વ્યક્તિ પસાર થઇ રહ્યો છે. ખાવા પીવામાં બેદરકારી જેવી સમસ્યા થઇ શકે છે. કલાકો જીમમાં પરસેવો પાડવા અને હજારો રૂપિયા ખરચવા છતા જો તમારું વજન ઉતરતું નથી તો અમે આપનાં માટે કેટલાંક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યાં છીએ. વજન ઉતારવા માટે તે ઉપાય પણ અજમાવી જુઓ.. આપને ફરક જરૂર લાગશે.

સૌ પહેલાં તો તમે જે પણ ઉપાય કરો એ સાથે તમારે દિવસની 30 મિનિટ ચાલવું ખુબજ જરૂરી છે. આ ઉપરાંત જમ્યાનાં તુરંત બાદ ક્યારેય પથારીમાં સુવવું નથી. આ આપનાં શરીર માટે ખુબજ ખતરનાક છે. જમ્યા બાદ ઓછામાં ઓછું 10 મિનિટ આંટા અવશ્ય મારવાં.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
ભોજન ગ્રહણ કરવાનાં 30 મિનિટ બાદ પાણી પીવું. અને હમેશાં તે વાતનું ધ્યાન રાખવું કે, જમતા જમતા વચ્ચે ક્યારેય પાણી પીવું નહીં.દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવું. તે શરીરમાંનાં ટોક્સિન બહાર કાઢી લે છે. તેનાંથી ચરબી ઢીલી પડે છે. અને વધારાની ચરબી ઓગાળવામાં મદદ મળે છે.

તમારા ભોજનમાં રિફાઇન તેલનો ઉપયોગ જરાં પણ ન કરો. તેનાંથી ચરબી વધે છે સાથે સાથે અન્ય પણ બીમારી થઇ શકે છે. કારણ કે બજારમાં મળતા રિફાઇન ઓઇલમાં સારી ચરબી હોય છે જે ચામડીની ઇલાસ્ટિસીટી વધારે છે. ગ્લો આવે છે. જોઇન્ટ્સને ઓઇલિંગ મળે છે. રિફાઇન ઓઇલ ખાવાથી તે મળતું નથી.દિવસનું એક લીંબુ અવશ્ય ખાવું ભલે તે લીંબુનો રસ હોય કે પછી તમારા ભોજનમાં નીંચોવીને ખાવો પણ એક લીંબુ અવશ્ય દિવસ દરમિયાન લેવું જોઇએ