આરોગ્યઃ શું તમે પણ પથરીના દર્દી શો તો આજે જ આ વસ્તુંનું સેવન કરવાથી ચપટીમા મટી જશે
પથરી

અટલ સમાચાર, ડેસ્ક

નમસ્કાર દોસ્તો,આજે આપણે પથરી વિશે વાત કરીશું.પથરી એ પ્રકૃતિજન્ય રોગ છે,પથરી થઈ હોય તો પથરીને કઈ રીતે કાઢવી ? તે માટે આજે આપણે બે ટ્રિક જાણીશું.

૧. અત્યારે તાડીની સિઝન ચાલે છે,સૂર્યોદય પહેલાની તાડીને નીરો કહેવાય છે.આ નીરોને આયુર્વેદમાં યુરીન ટોનિક કહ્યું છે.સૂર્યોદય પહેલાની તાડીને જો નિયમિત પીવામાં આવે તો તમારી કિડનીની પથરી કે બ્લેડરની પથરી હોય એ ધીમે ધીમે નીકળી જાય છે.

  અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

૨. સૌથી પહેલા લીલા નારિયેળનું પાણી લેવું, તે પાણીમાં લીંબુ નિચોવવું, અને નિયમિત રોજ સવારે ખાલી પેટે લીંબુવાળું નાળિયેરનું પાણી પી જવું.આટલુ કર્યા બાદ એક કલાક સુધી બીજું કઈ ન લેવું.આ બે પ્રયોગ તમે ચાલુ કરશો તો તમારી પથરી ટુકડા થઈ ધીમે ધીમે બહાર નીકળી જશે અને પથરીનો દુખાવો પણ થશે નહીં.

ખાસ યાદ રાખો કે પથરીના દર્દીએ ક્ષારવાળા પદાર્થો ઓછા લેવા,એમાય ટામેટા અને પાંદડાવાળા ભાજી ઓછા લેવા.અમારી આ માહિતી પસંદ આવી હોય વધુમાં વધુ શેર કરો.