ચેતવણીઃ ACની ઠંડી હવા સુવિધાજનક છે એટલી જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, આ બિમારીનો ભોગ બની શકો શો

એસીમાં બેસી રહેવાથી લો બ્લડ પ્રેશરના લક્ષણ વધી શકે છે. એવામાં જો વ્યક્તિ લો બ્લડ પ્રેશરનો શિકાર છે તો તે મર્યાદિત સમય સુધી એસી સામે બેસે. વધારે સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
 
1.Ac-servicing-tips-at-home

અટલ સમાચાર, ડેસ્ક

ઉનાળો આવતા જ લોકો તેમનો મોટાભાગનો સમય એસી સામે બેસીને જ પસાર કરે છે. એસીની ઠંડી હવા લોકોને ગરમ ફૂંકાતા પવનથી બચાવે છે. પરંતુ જેટલી આ ઠંડી હવા સુવિધાજનક છે એટલી જ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જી હાં, જો વધારે સમય સુધી એસી સામે બેસી રહેવાથી ઠંડી હવા આપણાં સ્વાસ્થ્યને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને આ આર્ટિકલના માધ્યમથી જણાવી શું કે એસીની ઠંડી હવા સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડી શકે છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

જ્યારે આપણે વધારે સમય એસી સામે બેસી રહીએ છીએ તો તેનાથી શરીરને ચોખી હવા મળતી નથી. આ એટલા માટે કેમ કે આપણે એસી ચાલુ કરવાની સાથે જ ધરના બારી બારણાં બંધ કરી દઈએ છીએ, જેના કારણે રૂમમાં હાજર હવાનું વર્તુળ બંધાયેલું છે. જેના કારણે બોડીને ફ્રેશ હવા મળતી નથી અને શરીરના વિકાસમાં અડચણ આવી શકે છે.
એસી સામે વધારે સમય સુધી બેસી રહેતા વ્યક્તિઓને કરચલીઓ સમસ્યા થઈ શકે છે. આ એટલા માટે કેમ કે એસીની ઠંડી હવા પરસેવાને શોષી લે છે. પરંતુ આ સાથે જ શરીરમાંથી પણ ભેજ ખેંચે છે, જેના કારણે શરીર અને ત્વચા બંનેમાં પાણીની અછત સર્જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે.
વધારે સમય સુધી એસી સામે બેસી રહેવાથી આપણું શરીર વધારે ઠંડુ પડી જાય છે અને તેનો નકારાત્મક પ્રભાવ આપણા હાડકા પર પણ પડે છે. જો તમને હાડકાથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો એસીમાં વધારે સમય બેસવાથી તે સમસ્યા વધી શકે છે.
એસીમાં બેસી રહેવાથી લો બ્લડ પ્રેશરના લક્ષણ વધી શકે છે. એવામાં જો વ્યક્તિ લો બ્લડ પ્રેશરનો શિકાર છે તો તે મર્યાદિત સમય સુધી એસી સામે બેસે. વધારે સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.