હિસાબ@ગુજરાત: નાણામંત્રીએ બજેટમાં પ્રવાસન માટે અઢળક જાહેરાતો કરી, ક્યાં વિભાગને કેટલા નાણાં આપ્યા જાણો

બજેટમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા કરાયેલી જોગવાઇ
 
હિસાબ@ગુજરાત: નાણામંત્રીએ બજેટમાં પ્રવાસન માટે અઢળક જાહેરાતો કરી, ક્યાં વિભાગને કેટલા નાણાં આપ્યા જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આજે વિધાનસભામાં રજૂ કરેલા સામાન્ય બજેટમાં રાજ્યના પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન સેક્ટરમાં વિકાસ કરવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે. નાણાં મંત્રીએ પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા ૨૦૯૮ કરોડની જોગવાઇ કરી છે.

બજેટમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા કરાયેલી જોગવાઇ આ મુજબ છે.

• આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ ૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ.
• સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ.
• નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે ૧૪૫ કરોડના આયોજન પૈકી `૪૦ કરોડની જોગવાઇ.
• અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે ૧૭૦ કરોડના આયોજન પૈકી ૪૫ કરોડની જોગવાઇ.
• અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે ૫૦ કરોડના આયોજન પૈકી `૧૦ કરોડની જોગવાઇ.
• જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે ૧૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ.
• જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે
`૨૦૦ કરોડના આયોજન પૈકી ૮૦ કરોડની જોગવાઇ.
• ભારત સરકારની પહેલ “ટ્રાવેલ ફોર લાઇફ” ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા ૧૫ કરોડની જોગવાઇ.
• જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી `૩૫ કરોડની જોગવાઇ.
• ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે ૪૮૦ કરોડનું આયોજન. તે પૈકી ૧૦૦ કરોડની જોગવાઇ.
• પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ ૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ ર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
• અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ ૧૧૭ કરોડના ખર્ચે આયોજન.
• શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે ૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
• સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા ૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.
• વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ૭૯ કરોડની જોગવાઈ.

ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ભાર

• ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે ૨૫ કરોડની જોગવાઇ.
• નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઈ.
• ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹૪૦ કરોડની જોગવાઈ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર

• સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે ૧૫૦ કરોડની જોગવાઈ.
• એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઈ.
• સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે ૨૫ કરોડની જોગવાઈ.
• એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન.