ચિંતા@મહેસાણા: સંક્રમણ બન્યું બેકાબૂ, આજે નવા 28 કેસ સામે 24 દર્દી સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા દિવાળી બાદ કોરોના સતત વધી રહેલ સંક્રમણને કારણે મહેસાણામાં દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણામાં નવા 28 વ્યક્તિઓ કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે અગાઉ કોરોનાગ્રસ્ત બનેલા 24 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં આજે 17 કેસ અને ગ્રામ્ય
 
ચિંતા@મહેસાણા: સંક્રમણ બન્યું બેકાબૂ, આજે નવા 28 કેસ સામે 24 દર્દી સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા

દિવાળી બાદ કોરોના સતત વધી રહેલ સંક્રમણને કારણે મહેસાણામાં દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણામાં નવા 28 વ્યક્તિઓ કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે અગાઉ કોરોનાગ્રસ્ત બનેલા 24 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારમાં આજે 17 કેસ અને ગ્રામ્ય પંથકમાં નવા 11 કેસ મળી કુલ 28 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં કોરોના વકરી રહ્યો હોય તેમ આજે 28 દર્દીનો ઉમેરો થયો છે. આ સાથે અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 24 દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 1, ઊંઝા શહેરમાં 7, વિસનગર શહેરમાં 3, વડનગર શહેરમાં 4, વિજાપુર શહેરમાં 2 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અનલોકમાં મળેલી છૂટ અને દિવાળી ટાંણે લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં હોઇ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. આજે મહેસાણા તાલુકાના ખેરવા અને દેદીયાસણ(OG) માં 2-2, ઊંઝાના મક્તુપુરમાં 1, વિસનગરના હસનપુરમાં 1, કડીના નગરાસણ અને મેડાઆદરજમાં 1-1, જોટાણામાં 1, વિજાપુરના ફલુ અને મણીપુરામાં 1-1 કેસ મળી જીલ્લામાં નવા 28 કેસ નોંધાયા છે.