આરોગ્ય@દેશ: પીરિયડ્સ દરમ્યાન તમને પણ થાય છે પાંચ દિવસથી વધુ બ્લીડિંગ, આ ગંભીર બીમારીના સંકેત

વધુ દિવસ સુધી માસિક આવે તો તે એક ગંભીર સમસ્યા

 
આરોગ્યઃ પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • 20 દિવસ સુધી માસિક આવવું તે સામાન્ય વાત નથી.
  • આજે જ કરો તમારા ડૉકટરનો સંપર્ક.

મહિલાઓને માસિકધર્મ આવવો તે એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. મહિલાઓને સાત દિવસ સુધી બ્લીડિંગ થાય છે અને તે દરમિયાન પેટ અને કમરમાં દુખાવો થાય છે. કેટલીક મહિલોને સમસ્યા થતી નથી, પરંતુ અનેક મહિલાઓ એવી હોય છે, જેમને ખૂબ જ દુખાવો થાય છે.

મહિલાઓને વધુ દિવસ સુધી માસિક આવે તો મહિલાઓને ગર્ભાશયની મ્યૂકસ મેંમબ્રેન મૈન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન સંભવિત ગર્ભાવસ્થા માટે ખુદને તૈયાર કરવા માટે મોટી થઈ જાય છે. પ્રેગનેન્સી ના હોય તો માસિક દરમિયાન તમારા ગર્ભાશયમાંથી લોહી સાથે બહાર નીકળી જાય છે.

સાત દિવસથી વધુ બ્લીડિંગ થવાના કારણો

ટીનએજમાં હૉર્મોનલ અસંતુલનના કારણે આ પ્રકારની સૌથી વધુ પરેશાની થાય છે. પ્યુબર્ટીની શરૂઆતમાં માસિક ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે. વયસ્ક અવસ્થામાં ગર્ભાવસ્થાથી સંબંધિત બિમારીઓમાં ફાઈબ્રોઈડ્સ અને એડીનોમાયોસિસ તથા ઈન્ફેક્શનને કારણે આ સમસ્યા થાય છે. આ પ્રકારની સમસ્યાથી એક્ટોપિક ટ્યૂબલ પ્રેગનેન્સી અને ગર્ભપાતનું જોખમ વધી જાય છે. નિષ્ણાંતો અનુસાર વધુ સમય સુધી માસિક આવે અને વધુ બ્લડ ક્લોટ્સ દેખાય તો તેને અવગણવા ના જોઈએ.

કોઈ મહિલાને 20 દિવસ સુધી માસિક આવે તો તે સામાન્ય નથી, આ પ્રકારની પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ. આ પ્રકારની સમસ્યા માટે કેટલાક મુખ્ય કારણો છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

હૉર્મોનલ અસંતુલન

પ્રજનન પ્રક્રિયા માટે જવાબદાર એસ્ટ્રોદેન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોન વચ્ચે સંતુલ ના જળવાય તો 20 દિવસ સુધી માસિક આવી શકે છે.

ફાઈબ્રોઈડ્સ
આ એક એવી બિમારી છે, જેમાં ગર્ભાશયનો આકાર વધી જાય છે, જેના કારણે ગર્ભાશયમાં ગાંઠ (એક પ્રકારનું ટ્યૂમર) હોય છે, જે ખૂબ જ સામાન્ય વાત છે. જેના કારણે માસિક દરમિયાન અસહ્ય દુખાવો, હેવી બ્લીડિંગ, સેક્સ દરમિયાન દુખાવો, કમરનો દુખાવો જેવી સમસ્યા થાય છે, જેના કારણે ગર્ભપાત થવાનું જોખમ રહે છે.

પોલીપ્સ

આ એક ગર્ભાશયમાં ગાંઠની જેમ હોય છે. જે એંડોમેટ્રિયમમાં કોશિકાઓ અનિયમિતરૂપે વધે તો તેના કારણે આ સમસ્યા થાય છે. ગર્ભાશયની પોલીપ્સને એંડોમેટ્રિયલ પોલીપ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે કેન્સરની ગાંઠ નથી હોતી, પરંતુ અનેક ગાંઠ કેન્સરની ગાંઠ બની શકે છે.

કેન્સર
માસિક દરમિયાન વધુ બ્લીડિંગ ગર્ભાશય અથવા ગર્ભાશય ગ્રીવામાં કેન્સરની વૃદ્ધિનું કારણ હોઈ શકે છે.

બિમારી
HIV, રૂબેલા, મંપ્સ જેવી ઘાતક બિમારીઓને કારણે લોહી પાતળું થઈ શકે છે અને માસિક ધર્મ દરમિયાન વધુ બ્લીડિંગ થાય છે.

ગર્ભનિરોધક
IUDના કારણે માસિકમાં સમસ્યા થઈ શકે છે. આ એક નાના ગર્ભનિરોધક ઉપકરણ હોય છે, જે અનિચ્છનીય પ્રેગનેન્સીથી બચવા માટે ગર્ભાશયમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. IUD યોગ્ય પ્રકારે ઈમ્પ્લાન્ટ કરવામાં ના આવે તો હેવી બ્લીડિંગ થઈ શકે છે.

દવાઓનું સેવન
લોહીને પાતળુ કરતી એસ્પિરિન દેવી દવાઓને કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે. ગર્ભ નિરોધક ગોળીઓનું ખોટી રીતે સેવન કરવાથી માસિક ચક્ર દરમિયાન મુશ્કેલીઓ થઈ શકે છે.

પેલ્વિક ઈન્ફેક્શન
કેટલીક પરિસ્થિતિઓમાં મહિલાઓને પેલ્વિક ઈન્ફેક્શનને કારણે હેવી બ્લીડિંગ અને વધુ સમય સુધી માસિક આવે છે. જેના કારણે મહિલાઓને માસિક દરમિયાન ખૂબ જ દુખાવો થાય છે.

આ સમસ્યાનો ઈલાજ
ડૉકટરો જણાવે છે કે, હેવી બ્લીડિંગ અથવા દુખાવામાં કેટલીક દવાઓ આપવામાં આવે છે, જેનાથી રાહત મળે છે. તેમ છતાં, આ પરેશાની રહેતી હોય તો બાયોપ્સી કરાવીને તેનો ઈલાજ કરવામાં આવે છે.Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી