સવલત@વિસનગર: LCIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર
મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની મહેસાણા જિલ્લાએ આગેવાની લીધી છે. જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. ગામમાં કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે સરકાર દ્વારા શરૂ કરેલ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને જિલ્લામાં નાગરિકો, દાતાઓ અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આવકાર મળી રહ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે LCIT, પાટીદાર વિકાસ મંડળ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આજે મહેસાણા જિલ્લાના સાંસદ શારદાબેન પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ભાંડુ LCIT વિધાસંકુલના સંચાલક અને ટ્રસ્ટી રાકેશભાઈ પટેલના સહયોગથી ખુલ્લુ મૂકી સેવા પરમો ધર્મના મંત્ર સાથે ગામના યુવકો દ્વારા શરૂ કરેલે કોવિડ કેર સેન્ટર અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં હાલ 35 દર્દીઓ 8 મિનિ ઓક્સિજનરેટર દાતાઓની ઉદાર સખાવતથી ઉપલબ્ધ કરાયા છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, દાખલ કોરોના ગ્રસ્તો માટે આઇસોલેશન રૂમ, જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ સ્ટાફ દ્વારા રૂટીન ચેકએપ, હાઉસકીપીંગની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટની વ્યવસ્થા સહિત દરેક રૂમમાં નાશ લેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ કેરના સંચાલકોએ અને દાતાઓએ 100 બેડની વ્યવસ્થા જરૂર પડ્યે કરી આપવાની તત્પરતા સ્થાનિય તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વ્યક્ત કરી હતી.
કોવિડના દર્દીઓની દરરોજ મેડીકલ ઓફિસરથી કે જરૂર પડ્યે અન્ય સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સેન્ટરમાં નર્સની ફરજીયાત હાજરી તેમજ આરોગ્ય શાખાના કર્મયોગીઓ દ્વારા થર્મલ ગનથી તાપમાન, પ્લસ ઓક્સોમીટરથી ઓક્સિજન સ્તર સહિતની જનરલ આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. વધુમાં જો કોવિડ કેર સેન્ટરમાં દર્દીની હાલત નાજુક થાય તો અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં માટે એમ્બ્યુલન્સ વાનની ખાસ સગવડ આપવામાં આવી છે.