કોરોના@દેશઃ 24 કલાકમાં 97,894 કેસ, 1132ના મોત, કુલ 51.18 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સામેની લડાઈ ભારતના લોકોને ઘણા લાંબા સમય સુધી લડવી પડશે તેવું રોજે સંક્રમણના વધી રહેલા આંકડાને જોઈને લાગી રહ્યું છે. દેશમાં હવે કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોનો આંક 51 લાખને પાર થઈ ગયો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 97,894 કેસ, 1132ના મોત, કુલ 51.18 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સામેની લડાઈ ભારતના લોકોને ઘણા લાંબા સમય સુધી લડવી પડશે તેવું રોજે સંક્રમણના વધી રહેલા આંકડાને જોઈને લાગી રહ્યું છે. દેશમાં હવે કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોનો આંક 51 લાખને પાર થઈ ગયો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 97,894 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,132 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,18,254 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 40 લાખ 25 હજાર 80 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,09,976 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 83,198 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 16 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,05,65,728 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે 24 કલાકમાં 11,36,613 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1364 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1447 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.