નિર્ણય@પાટણ: પદ્મનાભનો પ્રખ્યાત સપ્તરાત્રિ મેળો રદ્દ, મંદીરમાં પૂજા-પ્રાર્થના થશે

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણનો પ્રખ્યાત પદ્મનાભનો ધાર્મિક મેળો ચાલુ વર્ષે સંપુર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રી પદ્મનાભ ભગવાનનાં મેળાને અનુલક્ષીને જે ધાર્મિક પરંપરા જોડાયેલી છે તે પરિપૂર્ણ કરવા તંત્ર દ્વારા ઈશ્યુ કરવામાં આવનાર 50 લોકોનાં પાસ સિવાયનાં કોઈપણને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ સાથે પદ્મનાભ ભગવાનનાં સપ્તરાત્રી મેળા
 
નિર્ણય@પાટણ: પદ્મનાભનો પ્રખ્યાત સપ્તરાત્રિ મેળો રદ્દ, મંદીરમાં પૂજા-પ્રાર્થના થશે

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણનો પ્રખ્યાત પદ્મનાભનો ધાર્મિક મેળો ચાલુ વર્ષે સંપુર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રી પદ્મનાભ ભગવાનનાં મેળાને અનુલક્ષીને જે ધાર્મિક પરંપરા જોડાયેલી છે તે પરિપૂર્ણ કરવા તંત્ર દ્વારા ઈશ્યુ કરવામાં આવનાર 50 લોકોનાં પાસ સિવાયનાં કોઈપણને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ સાથે પદ્મનાભ ભગવાનનાં સપ્તરાત્રી મેળા પ્રસંગે વહીવટી, પોલીસ, આરોગ્ય અને પાલિકા તંત્રની પુરી ટીમ ઉપસ્થિત રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@પાટણ: પદ્મનાભનો પ્રખ્યાત સપ્તરાત્રિ મેળો રદ્દ, મંદીરમાં પૂજા-પ્રાર્થના થશે
File Photo

પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવારના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના આગામી તારીખ 29/11/2020ને રવિવારથી તા 5/12/2020 શનિવાર સુધી યોજાનારા સપ્તરાત્રિ રેવડિયો મેળો કોરોનાકાળમાં બંધ રાખવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને લેખિતમાં પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે. આ સાથે મંદિર પરિસર ખાતે લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે કલમ 144 લાગું કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભગવાનનાં સપ્તરાત્રી મેળાની ધાર્મિક પરંપરા સિવાયનાં સમયમાં પણ શ્રી પદ્મનાભ ભગવાનનાં મંદિર પરિસર ખાતે આવનાર દર્શનાર્થીઓએ સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. વહીવટીતંત્રની સુચનાનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ.

નિર્ણય@પાટણ: પદ્મનાભનો પ્રખ્યાત સપ્તરાત્રિ મેળો રદ્દ, મંદીરમાં પૂજા-પ્રાર્થના થશે
File Photo

નોંધનિય છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પાઠવવામાં આવેલ પરિપત્રને લઈને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાનારા સપ્ત રાત્રી રેવડીયો મેળો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. આ સાથે સમાજનાં સૌ લોકોને પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પોત પોતાના ઘરે રહી ભગવાન શ્રી પદ્મનાભજીની પુજા અર્ચના અને દર્શનનો લાભ મેળવી કોરોનાને નાથવામાં સહભાગી બનવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે મંદીર પરીસર દ્રારા સપ્ત રાત્રી મેળા દરમ્યાન પદ્મનાભ મંદિર ખાતેથી નિકળનારી જ્યોત સ્વરૂપે રવાડીનાં દર્શન ધર્મપ્રેમી નગરજનો પોતાનાં ઘરે બેસીને કરી શકે તે માટે ટેક્નોલોજીનાં માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે.