આરોગ્ય@શરીર:મોબાઇલના વધુ પડતા ઉંપયોગથી,હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બીમારી થઇ શકે

-અઠવાડિયામાં 30 મિનિટથી વધારે મોબાઈલ પર વાત કરવાથી બ્લડ પ્રેશર અથવા હાઈબ્લડ પ્રેશરની બીમારી વધવાના 12 ટકાનો ખતરો
 
અમદાવાદ: ધોરણ-12 પૂરક પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજકાલની લાઇફમાં મોબાઇલ આપણા જીવનનો એક અહમ ભાગ બની ગયો છે. કોઇ પણ વ્યક્તિના હાથમાં મોબાઇલ તો હોય જ છે, મોબાઇલમાં જ બધા કામો પણ થાય છે અને ટેક્નોલોજીનો સારો ઉપયોગ શા માટે ના કરવો જોઇએ?

પરંતૂ બિઝનેસ અને જોબમાં ઘણી જોબ્સ એવી હોય છે જેમાં સતત વ્યક્તિએ કોલ પર રહેવુ પડતુ હોય છે, અથવા કોલ્સમાં જ વ્યક્તિ રચ્યો પચ્યો રહેતો હોય છે. તો આવા વ્યક્તિઓને હવે ચેતી જવાની જરુર છે.

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (ESC) દ્વારા તાજેતરમાં એક સર્વ કરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે, અઠવાડિયામાં 30 મિનિટથી વધારે મોબાઈલ પર વાત કરવાથી બ્લડ પ્રેશર અથવા હાઈબ્લડ પ્રેશરની બીમારી વધવાના 12 ટકાનો ખતરો વધી જાય છે.

સદર્ન મેડિકલ યુનિવર્સિટીના લેખક પ્રોફેસર જિયાનહુઈ કિને કહ્યુ કે, લોકો મોબાઈલ પર વાત કરવામાં જેટલી મિનિટ વિતાવે છે, તે હાર્ટની બીમારીને ઘરે નોતરે છે.

આ સંશોધનમાં આટલી વાતો આવી સામે...

  • દુનિયાની લગભગ ચોથા ભાગની આબાદી 10 વર્ષથી વધારે ઉંમરના છે, અને તેમની પાસે મોબાઈલ છે.
  • દુનિયાભરમાં 30 થા 79 વર્ષની ઉંમરના લોકો લગભગ 1.3 બિલિયન લોકોને હાઈ બ્લડ પ્રેશરની બીમારી છે.
  • હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક માટેનું મુખ્ય કારણ છે અને વિશ્વ લેવલે પ્રિમેચ્યોર મોતનું કારણ છે.

આ સંશોધનમાં સામે આવેલા રિપોર્ટ પ્રમાણે જે અઠવાડિયામાં એકવાર મોબાઈલનો ઉપયોગ કરે છે તેમને હાઈપરટેન્શનનો ખતરો 7 ટકા રહેલો છે. આવા પ્રતિભાગીઓની સંખ્યા 13984 હતી અને જે લોકોએ મોબાઈલ ફોનમાં અઠવાડિયામાં 30 અથવા તેનાથી વધુ મિનિટ વાત કરી હતી. તેમને હાઈપરટેન્શનનો ખતરો 12 ટકાથી વધારે જોવા મળ્યો હતો.