આરોગ્ય@અમદાવાદ: કેળા કિડ્ની અને હૃદય માટે છે ખૂબ જ ફાયદાકાર.

એનર્જીનું પાવર હાઉસ છે કેળા

 
આરોગ્યઃ કયા સમયે કેળા ખાવાથી શરીરમાં વજન ઘટાડી શકાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કેળામાં ઘણા પૌષ્ટિક તત્વો અને વિટામિન મળી આવે છે, જે સ્વાસ્થ્યને હેલ્ધી બનાવે છે. કેળામાં વિટામિન સી, ડાયેટરી ફાઈબર અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન B6 પણ હોય છે. કેળાને ફેટ ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી પણ માનવામાં આવે છે.

કેળાને એનર્જીનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે કારણ કે તે એનર્જી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. તો ચાલો આજે અમે તમને કેળા ખાવાથી શરીરને થતા ફાયદાઓ વિશે જણાવીશું.

1. પાચન માટે ફાયદાકારકઃ એક અહેવાલ મુજબ કેળામાં પાણી અને ફાઈબર હોય છે, જે પાચનને પ્રોત્સાહન આપે છે. એક મધ્યમ કદનું કેળું વ્યક્તિને એક દિવસ માટે જરૂરી ફાઈબરના લગભગ 10% પૂરા પાડે છે. તેના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે. કેળા પાચન પ્રક્રિયાને સુધારવામાં પણ ઘણી મદદ કરે છે.

2. સ્વસ્થ કીડની માટે ફાયદાકારકઃ કેળામાં ભરપૂર માત્રામાં મિનરલ પોટેશિયમ હોય છે. પોટેશિયમ શરીરમાં પ્રવાહીનું સ્તર જાળવવામાં મદદ કરે છે અને કોષોની અંદર અને બહાર પોષક તત્ત્વો અને કચરાના ઉત્પાદનોની હિલચાલને નિયંત્રિત કરે છે. તે હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે અને બ્લડ પ્રેશર પર સોડિયમની અસરને ઘટાડી શકે છે. પોટેશિયમ લોકોની કિડનીમાં પથરીનું જોખમ ઘટાડી શકે છે. તે કિડનીને સ્વસ્થ રાખે છે

3. એનર્જી બૂસ્ટ કરોઃ કેળા ખાવાથી શરીરમાં એનર્જીનો અનુભવ થવા લાગે છે. કેળામાં ત્રણ કુદરતી શુગર સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે જે શરીરને ચરબી રહિત, કોલેસ્ટ્રોલ મુક્ત ઊર્જા આપે છે. જો કે કેળાનું સેવન દરેક ઉંમરના લોકોએ કરવું જોઈએ પરંતુ બાળકો, એથ્લિટ્સને બ્રેકફાક્ટમાં અથવા સ્નેક્સ તરીકે ખાવું જોઈએ.

4. એનિમિયામાં સુધારોઃ કેળામાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. રોજ કેળા ખાવાથી એનિમિયાની સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે. એટલા માટે રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરો.

5. રોગપ્રતિકારક ક્ષમતામાં વધારોઃ કેળા રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે વિટામિન સી ખૂબ જ જરૂરી હોય છે. સામાન્ય રીતે નારંગી અને ખાટી વસ્તુઓને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ કેળા વિટામિન સીની જરૂરિયાતને પણ પૂરી કરી શકે છે. એક મધ્યમ કદનું કેળું વિટામિન સીની આપણી દૈનિક જરૂરિયાતના 10 ટકા પૂરા કરે છે.