આરોગ્ય@શરીર: કમરના દુખાવાથી પરેશાન હોવ તો આ 4 ફૂડનું સેવન કરો, થશે અનેક ફાયદો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલના સમયમાં મોટાભાગના લોકો કમરના દુખાવાની સમસ્યાથી ખૂબ પરેશાન રહે છે. આ દુખાવો મહિલાઓમાં વધુ જોવા મળે છે. જોકે કમરમાં દુખાવો થવાનું કારણ આપણા શરીરમાં પોષકતત્વોની ઉણપ, અનિયમિત જીવનશૈલી, કસરત ન કરવી, સતત ઓફિસમાં સ્ક્રીનની સામે બેસી રહેવુ છે. વર્તમાનમાં પીઠનો દુખાવો અને કમરના દુખાવાની સમસ્યા લોકોમાં સામાન્ય થઈ ચૂકી છે. કમરના દુખાવાનું એક ખાસ કારણ ઓફિસમાં કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસીને ખોટી પોઝીશનમાં કામ કરવાનું પણ છે.
સતત આ પ્રકારની જીવનશૈલી તમારી સમસ્યાને વધારી રહી છે. આ માટે તમારે પોતાની અનહેલ્ધી ખાણીપીણીને યોગ્ય કરવાની જરૂર છે.
- ઓમેગા-3 ફેટી એસિડ
કમરના દુખાવાથી રાહત મેળવવા માટે તમે પોતાની ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડથી રિચ ફૂડ્સને સામેલ કરો. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજનનું સેવન કરવાથી તમને કમરના દુખાવાથી ખૂબ આરામ મળશે. આ માટે તમે ડ્રાય ફ્રૂટ્સમાં બદામ, અખરોટ, ચિયા બીજ, અળસીના બીજ સામેલ કરી શકો છો. સાથે જ માછલીના સેવનથી પણ તમારા શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની પૂર્તિ થશે.
- પ્રોટીન ફૂડ્સ
આજકાલની ખરાબ ડાયટના કારણે લોકોના શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ જાય છે. તેથી તમે પોતાની ડાયટમાં પ્રોટીનથી ભરપૂર ફૂડ્સને સામેલ કરો. આ માટે તમે દરરોજ ઈંડા, દૂધ, દાળ વગેરેનું સેવન કરો.
- લીલા શાકભાજી
જો તમને સતત કમરમાં ભયાનક દુખાવો રહે છે, તો આ માટે દરરોજ ડાયટમાં લીલા શાકભાજી સામેલ કરો. પાંદડાવાળા શાકભાજીના સેવનથી તમારા હાડકા અને માંસપેશીઓ મજબૂત થાય છે. આમાં કોબીજ, બ્રોકોલી, પાલક અને ફુલાવર વગેરેને ખાવાનું શરૂ કરો. આ શાકભાજી વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે થી ભરપૂર હોય છે.
- ફળોનું સેવન
કમરના દુખાવાથી આરામ મેળવવા માટે તમે પોતાની ડાયટમાં તાજા ફળ જેમ કે અનાનસ, સફરજન, ચેરી, જાંબુ, ખાટા ફળ અને દ્રાક્ષ વગેરેને સામેલ કરો. ફળોના સેવનથી તમારી ઓવરઓલ હેલ્થ પણ સારી રહે છે. સાથે જ કમરના દુખાવામાં પણ રાહત મળે છે.