આરોગ્યઃ શિયાળામાં કાચી હળદર ખાવાના આ અઢળક ફાયદાઓ વિશે જાણો
file photo
આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે

અટલ સમાચાર, ડેસ્ક


કાચી હળદરમાં સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. કાચી હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવેmછે. અભ્યાસ અનુસાર કાચી હળદર પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. કાચી હળદર ખાવાથી તમને ઘણી બીમારીઓથી બચી શકો છો. કાચી હળદર દેખાવમાં આદુ જેવી જ લાગે છે, પરંતુ તેનો રંગ અંદરથી પીળો હોય છે. તેને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમે શરદી, ઉધરસ અથવા કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકો છો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


શિયાળામાં ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને તાવની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. આ સ્થિતિમાં, તમે કાચી હળદરનું સેવન કરી શકો છો. કાચી હળદરને દૂધમાં ઉકાળીને રાત્રે પીવો. તેનાથી અસ્થમા, બ્રોન્કાઇટિસની સમસ્યામાં રાહત મળશે. તેનાથી સૂકી ઉધરસ પણ મટી જશે. ગળામાં ખરાશ હોય તો હળદરને પાણીમાં ઉકાળીને પીવો.


જો પાચન સંબંધી સમસ્યા હોય તો રોજ કાચી હળદરનું સેવન કરો. તે અપચો, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કાચી હળદરને પાણીમાં ઉકાળીને પીવો. હળદરનાં આર્યુવેદમાં પણ આદિકાળથી ઉપયોગ થાય છે. આર્યુવેદમાં પણ કહ્યું છે કે, હળદરમાં હાજર તત્વોથી પેટ, ત્વચા અને લીવર સંબંધિત રોગમાંથી મુક્તિ મળે છે.


જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તેમાં કાચી હળદરનું સેવન કરવાથી પણ તમને ફાયદો થશે. કાચી હળદરમાં હાજર કર્ક્યુમિન મેટાબોલિક સિન્ડ્રોમ જેવા કે હૃદય રોગ, સ્ટ્રોક, મેદસ્વીતા અને ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે. કર્ક્યુમિન શરીરનું વજન અને બોડી માસ ઇન્ડેક્સ ઘટાડવામાં પણ મદદરૂપ છે.


લીવરને સ્વસ્થ રાખવા માટે કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સૂપ, શાકભાજી કે દૂધમાં કાચી હળદરનું સેવન કરો. તેમાં રહેલું કર્ક્યુમિન લીવરની બીમારીનું જોખમ ઘટાડે છે. તે લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અસરકારક છે. જો કે, જો તમને પહેલાથી જ લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ પર જ કાચી હળદરનું સેવન કરો.