આરોગ્ય@ગુજરાત: ધૂમ્રપાન છોડવા માગતા હોય તો આટલું કરો,છૂટી જશે

સિગારેટ-બીડી છોડવાની સરળ પદ્ધતિ, 

 
સિગારેટ અને તમાકુની લત ઘરબેઠા જ છોડવા માંગતા હોય તો વાંચો આ સમાચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

બેંગ્લોરના રિચમન્ડ રોડ ખાતે ફોર્ટિસ હોસ્પિટલના સિનિયર ડિરેક્ટર ડો. નીતિ રાયજાદા (મેડિકલ ઓન્કોલોજી અને હેમેટો-ઓન્કોલોજી)

તબક્કાવાર આગળ વધો

ધૂમ્રપાન છોડવું સરળ નથી. ધૂમ્રપાન એકાએક છોડવાનો પ્રયાસ કરવો ભારે પડી શકે છે. તેના બદલે તબક્કાવાર આગળ વધો. દરરોજ સવારે ઊઠીને તમારી જાતને કહો કે તમે આજે ધૂમ્રપાન કરવાના નથી.

આ વાતનો અમલ કરવા માટે સખત પ્રયાસ કરો. પછી બીજા દિવસે પણ આવું જ કરો. ત્યારબાદ ત્રીજા, ચોથા એમ દરેક દિવસે આ મંત્રનું ઉચ્ચારણ કરો. અઠવાડિયું, મહિનો કે જ્યાં સુધી તમે ધૂમ્રપાન કર્યા વગર રહી શકો ત્યાં સુધી આટલું કરો.

મોટીવેટ થાવ

તમે ધૂમ્રપાન કેમ છોડવા માંગો છો? સ્વાસ્થ્ય માટે? પૈસા બચાવવા? કે પછી તમારા બાળકો માટે સારું ઉદાહરણ સેટ કરવા? ધૂમ્રપાન છોડવાનું કારણ ગમે તે હોય, પણ આ વાતને તમારા રૂટીનનો ભાગ બનાવો. આ વાતને તમારા ઘરમાં વિવિધ સ્થળે લખીને રાખો. તમારા ફોન પર રિમાઇન્ડર સેટ કરી શકો છો. આવું કરવાથી તમને મોટીવેશન મળશે અને તમે તમારા ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

ધૂમ્રપાન કરવાનું મન ક્યારે થાય છે તે શોધો

અમુક સ્થિતિ કે પ્રવૃત્તિઓ દરમિયાન ધૂમ્રપાન કરવાની ઇચ્છા થઈ શકે છે. તણાવ, કંટાળો અથવા ધૂમ્રપાન કરનારા મિત્રો સાથે ઉઠવા બેસવાથી પણ ધૂમ્રપાન કરવાની ઇચ્છા થઈ શકે છે. આવી સ્થિતિમાં તમને ધુમ્રપાન કરવાની ઈચ્છા શા માટે થાય છે તે બાબતને ઓળખો. આવી બાબતોને ટાળવા અથવા તો તેમનો સામનો કરવા પ્લાન તૈયાર કરો. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે તમે તણાવમાં હોવ ત્યારે ધૂમ્રપાન કરતા હોવ તો કસરત કરવી, ઊંડા શ્વાસ અથવા ધ્યાન ધરવું જેવા તણાવ દૂર રહેવાના માર્ગ શોધો.

અન્યની મદદ લો

ધૂમ્રપાન છોડવું સહેલું નથી. આ માટે અન્યની જરૂર પડી શકે છે. જેથી ધૂમ્રપાન છોડવાના તમારા નિર્ણય વિશે તમારા પરિવાર અને મિત્રોને જણાવો. તેમની મદદ માંગો. કોઈ સપોર્ટ ગ્રુપમાં જોડાઈ શકો છો. અથવા ધૂમ્રપાન છોડવા માગતા અન્ય લોકો સાથે જોડાઈ શકાય છે. તમે ડોક્ટર અથવા કાઉન્સેલર જેવા હેલ્થકેર પ્રોફેશનલની મદદ પણ લઈ શકો છો. તેઓ ધૂમ્રપાન બંધ કરાવવા માટે દવાઓ આપશે. આ દવાઓ ધૂમ્રપાન કરવાની ઇચ્છાને દૂર કરી શકે છે. શરૂઆતમાં ધૂમ્રપાન કરવાનું ખૂબ ઈચ્છા થાય ત્યારે આ દવાઓ ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.

હાથને વ્યસ્ત રાખો

ધૂમ્રપાનની ટેવમાં તમારા હાથ અને તમારા મોંનો સમાવેશ થાય છે. આ ટેવને દૂર કરવામાં મદદ કરવા માટે તમારા હાથને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. હાથને વ્યસ્ત રાખવા સ્ટ્રેસ બોલને સ્ક્વિઝ કરી શકો, કઈક ગુંથી શકો અથવા ફિજેટ ટોય કે બોર્ડ ગેમ્સ રમી શકો છો.

તમારી જાતને ઇનામ આપો

ધૂમ્રપાન છોડવું એ ખૂબ મોટી વાત છે. ધુમ્રપાન છોડવાના તબક્કા દરમિયાન તમે તમારી જાતને ઇનામ આપી શકો છો. કોઈ વસ્તુ ખરીદો, નવા પોશાક અથવા ખાસ ફૂડ ખાઈ શકો છો. ધ્યાન રાખો કે તમારી જાતને ઇનામ આપવાની વસ્તુ ધૂમ્રપાન સાથે જોડાયેલી ન હોય.

હાર ન માનો

ધૂમ્રપાન છોડવામાં અનેક અડચણો આવી શકે છે. આ દરમિયાન તમે સિગારેટ પીવો તો તમારી જાત પર ક્રૂર ન થાવ. તમારી જાતને ધૂમ્રપાન છોડવાના તમારા હેતુની યાદ અપાવો.

યાદ રાખો, ધૂમ્રપાન છોડવુંએ ગંભીર બાબત છે. પણ તેને મજા કરતા કરતા છોડો. કોઈ કોમેડી મૂવી જોઇ શકો, તમારા લિવિંગ રૂમમાં ડાન્સ કરી શકો અથવા તમને ખુશ રાખે તે પ્રવૃતિ કરી શકો. હાસ્ય અને સકારાત્મકતા તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.