આરોગ્ય@શરીર: બદામ, અંજીર, અળસી, કિશમિશને પાણીમાં પલાળી કરો સેવન, મળે ચમત્કારિક ફાયદા

તમે તમારા ઘરના વડીલોને જોયા હશે કે તેઓ ઘણા બધા ખાદ્ય પદાર્થને પલાળીને ખાતા હશે 
 
આરોગ્યઃ શિયાળામાં આ રોગના લક્ષણ ધરાવતા લોકોએ બદામ બિલકુલ ન ખાવી જોઈએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે કોઈ પણ વસ્તુ પલાળીને ખાવાથી શું થાય છે? અમુક એવી વસ્તુઓ છે જેમ કે બદામ, કિશમિશ, ચણા જેને પલાળીને ખાવાથી તેના પોષક તત્વો વધી જાય છે અને આનાથી આરોગ્યને પણ ખૂબ ફાયદો મળે છે.

મેથીના બીજ

મેથીના બીજને પાણીમાં પલાળીને રાખવાથી આનુ ફાઈબર વધી જાય છે અને તેના ગુણ પણ વધી જાય છે. પાણીમાં પલળી જવાથી મેથીને પચાવવી સરળ થઈ જાય છે અને આનાથી પાચન તંત્ર પણ સ્વસ્થ રહે છે. મેથી દાણાને રાત્રે પલાળીને રાખવા અને સવારે આનું સેવન કરવાથી ડાયાબિટીસના લક્ષણોને દૂર કરવામાં મદદ મળે છે. સાથે જ વાળ અને ત્વચામાં પણ ચમક આવે છે.

કિશમિશ

કિશમિશને પાણીમાં પલાળીને ખાવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે. આનુ ફાઈબર પણ વધી જાય છે, જે તમને કબજિયાત જેવી સમસ્યામાં આરામ અપાવે છે.

બદામ

બદામને પણ રાત્રે પલાળીને ખાવાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. બદામમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે અને જ્યારે આને પાણીમાં પલાળીને ખાવામાં આવે છે તો તેના પોષક તત્વ વધી જાય છે. આનાથી મગજના વિકારોને દૂર કરવામાં મદદ મળે છે. મેમરી શાર્પ થાય છે.

અંજીર

અંજીર પોટેશિયમ, ફોસ્ફોરસ, વિટામિન, મેગ્નેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આમાં પોલિફિનોલ્સ અને મિનરલ્સ હોય છે. જે શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ આપે છે. જો તમે ડાઈઝેશનની સમસ્યાથી પરેશાન રહો છો તો રાતના સમયે અંજીરને પાણીમાં પલાળીને રાખી દો અને સવારે આનું સેવન કરો. આનાથી તમને કોન્સ્ટિપેશનની સમસ્યામાં આરામ મળી શકે છે.

અળસી

અળસીના બીજને પલાળીને ખાવાથી તમારુ વજન ઓછુ થઈ શકે છે. પલાળ્યા બાદ અળસીનો આકાર મોટો થઈ જાય છે. જેને ખાધા બાદ તમે લાંબા સમય સુધી પેટ ભરેલુ હોય તેવો અનુભવ કરો છો. આ રીતે તમે તમારુ વજન ઘટાડી શકો છો. આનાથી ડાયાબિટીઝ પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

કાળા ચણા

કાળા ચણાને પલાળીને ખાવાથી તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર મળે છે. આનાથી વજન ઓછી કરવામાં મદદ મળે છે. શરીરમાં એનર્જી આવે છે અને તમારો થાક દૂર થવામાં પણ મદદ મળે છે.