આરોગ્ય@શરીર: લોકોને એસીડીટીની સમસ્યા રહેતી હોય તો હોઈ શકે છે,આ વિટામિનની ઉણપ

 તમે એસિડિટીથી પરેશાન રહો છો 
 
આરોગ્ય@શરીર: લોકોને એસીડીટીની સમસ્યા રહેતી હોય તો હોઈ શકે છે,આ વિટામિનની ઉણપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલના યુગમાં આરોગ્યની જાળવણી કરવી ખુબજ જરૂરી છે.શરીરની કાળજી ના રાખતા એમાં કેટલાક રોગ પ્રેવેશ કરી જાય છે,અને શરીરમાં માંદગી આવી જાય છે. તમે એસિડિટીથી પરેશાન રહો છો અને તમને રેગ્યુલર ખાટા ઓડકાર આવતા રહે છે તો ડાયટ અને લાઈફસ્ટાઈલ સિવાય આ તમારા પેટ સાથે પણ જોડાયેલુ હોઈ શકે છે. જ્યારે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે તો આ એસિડિટી વધુ બને છે. પેટમાં એસિડનું વધુ પ્રોડક્શન જે ભોજન પચાવ્યા બાદ પણ બચી ગયુ છે અને આ ખાટા ઓડકાર તરીકે સામે આવી રહ્યુ છે. વિટામિન બી12 ની ઉણપ આ સ્થિતિમાં અલગ જ ભૂમિકા નિભાવી શકે છે.આ તમારા શરીરમાં એસિડ પ્રોડક્શનને પ્રભાવિત કરે છે અને પેટ સંબંધિત આ સમસ્યાઓનું કારણ બની શકે છે.

એક રિસર્ચ અનુસાર છાતીમાં બળતરા અને વિટામિન બી-12 ની ઉણપ વચ્ચે સંબંધ છે. ખાટા ઓડકાર અને એસિડિટી હકીકતમાં ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ રોગ હેઠળ આવે છે. જ્યારે તમારા શરીરમાં બી-12ની ઉણપ થાય છે તો શરીરમાં એસિડનું અવશોષણ બંધ થઈ શકે છે જેનાથી તમને ખાટા ઓડકાર અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. શરીરમાં કોઈ બાબત પેદા થઈ રહી છે અને શરીર આને અવશોષિત કરી રહ્યુ નથી તો જમા થવા લાગે છે.

આ સિવાય બી-12 એચ-2-રિસેપ્ટર બ્લોકર્સ સાથે પણ જોડાયેલુ છે જે એસિડ પ્રોડક્શનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શરીરમાં આની ઉણપથી લોહીમાં ગેસ્ટ્રિક એસિડ મળવા લાગે છે જેનાથી એસિડ રિફ્લક્સની સ્થિતિ આવી શકે છે.

આપણે વિટામિન બી12 વાળા ખાદ્ય પદાર્થો અને પીણાનું સેવન કરીને વિટામિન બી12ની ઉણપને રોકી શકીએ છીએ. આ માટે આપણે રેડ મીટ, માછલી, મીટ, ઈંડા, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટનું સેવન કરી શકીએ છીએ. આ તમામમાં વિટામિન બી12નું સારુ પ્રમાણ હોય છે. તો એસિડિટી જો વધુ હોય તો ડોક્ટરને બતાવવુ જોઈએ અને વિટામિન બી12ની ઉણપથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.