લાઇફસ્ટાઇલઃ આ 5 સરળ રીતથી લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે

અટલ સમાચાર, ડેસ્ક
લીંબુમાં હાજર વિટામિન સી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જે ઈમ્યુનીટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આથી લીંબુ મોટા ભાગની મહિલાઓના ડાયટનો એક ભાગ છે. આના કારણે, મોટાભાગની સ્ત્રીઓ તેને મોટી માત્રામાં ખરીદે છે, જેથી તે તેને સ્ટોર કરી શકે. પરંતુ લીંબુ થોડા જ દિવસોમાં બગડવા અને સુકાવા લાગે છે. તેની છાલ પણ કાળી થવા લાગે છે.
જો તમારી પણ આ જ સમસ્યા છે, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે કેટલીક સરળ રીત લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી લીંબુને સ્ટોર કરી શકો છો, અને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. ચાલો લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની 5 અનન્ય રીતો વિશે જાણીએ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રીત-1
લીંબુનો સંગ્રહ કરવાની આ એક ખૂબ જ સરળ રીત છે. આ માટે, છાપાના નાના-નાના ટુકડા કરી લો. ત્યાર બાદ તેમાં લીંબુ રાખીને તેને સારી રીતે લપેટી લો. જો તમે ઇચ્છો તો ટિશ્યુ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એર ટાઇટ કન્ટેનર લઈને, તેમાં બધા લીંબુ રાખીને ફ્રિજ માં રાખો. જ્યારે પણ તમારે જરૂર હોય, તેમાંથી કાઢીને તેનો ઉપયોગ કરો. આ રીતે લીંબુ સલામત રહે છે, ખરાબ થતા નથી. લીંબુની છાલ પણ આ રીતે સલામત રહે છે અને કાળી નથી થતી. આ રીતે, તમે ઘણા મહિનાઓ સુધી લીંબુને સરળતાથી સ્ટોર કરી શકો છો.
રીત-2
લીંબુનો સંગ્રહ કરવાની બીજી પદ્ધતિ અપનાવવા માટે, તમારે હાથમાં થોડું સરસીયાનું તેલ લેવું પડશે. તમે સરસીયાના તેલને બદલે રિફાઇન્ડ ઓઈલ અથવા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યાર બાદ તેને લીંબુ ઉપર સારી રીતે લગાવી દો. હવે એક કન્ટેનર લઈને તેમાં બધા લીંબુ નાખી દો અને આ કન્ટેનર ને ફ્રિજ માં મૂકી દો. આમ કરવાથી, તે બિલકુલ બગડશે નહીં અને તમે ઘણા મહિનાઓ સુધી તેનો ઉપયોગ કરી શકશો.
રીત-3
એક પ્લાસ્ટિક અથવા ગ્લાસનું કન્ટેનર લઈને તેમાં બધા લીંબુ મૂકી દો. હવે તેમાં ઉપરથી બે ગ્લાસ પાણી નાખી દો. જેથી તમામ લીંબુ પાણીમાં ડૂબી જાય. હવે તેમાં અડધો કપ સરકો ઉમેરો. આ કન્ટેનરને ફ્રિજમાં રાખી દો. આમ કરવાથી તમારા લીંબુ બગડશે નહીં અને તમે તેને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
રીત-4
તમે પાતળી છાલવાળા લીંબુને પણ સરળતાથી સ્ટોર કરી શકો છો. આ માટે, લીંબુને કાપી લો અને એક બાઉલમાં તેનો રસ કાઢી લો. આ રીતે લીંબુનો રસ કાઢી લો. એક ગ્લાસમાં રસ ગાળી લો, જેથી બીજ છુટા પડી જાય. હવે એક નાની પ્લાસ્ટિકની બોટલ લઈને, તેમાં રસ ભરી દો. ત્યાર બાદ તેને ફ્રિજમાં રાખી દો. આ રીતે તમે 3 મહિના સુધી લીંબુનો રસ સ્ટોર કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે લીંબુના રસનો ઉપયોગ કર્યા પછી, બોટલને તરત જ ફ્રીજમાં રાખી દેવી.
રીત-5
જેમ તમે રીત-4 માં લીંબુનો રસ કાઢ્યો હતો, તે જ રીતે આ પદ્ધતિમાં પણ તે જ કરવાનું છે. પરંતુ આમાં લીંબુનો રસ કાઢ્યા પછી, તમારે તેને બોટલમાં મૂકવાને બદલે તેને આઇસ ટ્રેમાં રાખવો પડશે. ત્યાર બાદ તેને જામવા માટે ફ્રિજમાં રાખી દો. જ્યારે તે જામી જાય, ત્યારે તેને ટ્રેમાં અથવા ઝિપ લોકવાળી બેગમાં ભરીને મૂકી દો. જ્યારે જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમે લીંબુનો ઉપયોગ 2-3 મહિના સુધી કરી શકો છો.