રાહત@દેશ: બ્લેક ફંગસની આ દવાની અછત નહીં સર્જાય, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના કહેર વચ્ચે દેશભરમાં બ્લેક ફંગસના કેસો વધવાની વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી નોટિફિકેશનમાં એવું જણાવાયું કે, Amphotericin-B ઈન્જેક્સનને હવે પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવ્યાં છે અને તેથી હવે તેને વિદેશ નહીં મોકલી શકાય. ઓર્ડરમાં કહેવાયું કે, નિકાસકારોએ હવે Amphotericin-B ઈન્જેક્સન વિદેશ મકલવા માટે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની મંજરી લેવી પડશે. નોટિફિકેશનમાં કહેવાયું કે Amphotericin-B ઈન્જેક્સનની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કેન્દ્ર સરકારના નિકાસ પ્રતિબંધ બાદ દેશમાં હવે Amphotericin-B ઈન્જેક્સનની અછત નહીં સર્જાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં કોવિડ અને બ્લૅક ફંગસને લઈને વ્યાપક ચર્ચા થઈ અને તેને લઈને કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોવિડ 19ની સારવાર માટે આવશ્યક મહત્વપૂર્ણ ઉપકરણોની ઉપલબ્ધતા વધારવાની દિશામાં GST પરિષદે આ સાધનો પર GST છૂટ આપીને 31 ઓગસ્ટ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે, કોવિડ સંબંધિત ઉપકરણોનો મુદ્દો બેઠકનો મુખ્ય એજન્ડા રહ્યો અને આ મામલે વિસ્તૃત ચર્ચા થઈ. જો કે બેઠકમાં કેટલાંક અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યાં અને તેના પર પણ ચર્ચા થઈ. નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં બ્લૅક ફંગસના વધતા કેસોને જોતા કાઉન્સિલે તેના ઈલાજમાં કામ આવનારી દવા એમ્પોટેરિસીન-Bને પણ GSTમાં છૂટ આપી છે. જ્યારે કોવિડ રાહત સામગ્રીની આયાત પર IGST છૂટને 31 ઓગસ્ટ સુધી વધારી દેવાઈ છે.