રીપોર્ટ@દેશ: મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં અચાનક વધારો, ICMRએ બહાર પાડી એડવાઈઝરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોવિડ-19 દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસ અંગે સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે અને અનેક મહત્વપૂર્ણ જાણકારી આપી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) શું છે?
મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ એક ખુબ જ દુર્લભ સંક્રમણ છે. તે મ્યુકર ફૂગના કારણએ થાય છે જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળ અને શાકભાજીમાં જોવા મળે છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યાં મુજબ હવે કોવિડ-19ના અનેક દર્દીઓમાં ફંગસ ઈન્ફેક્શનની ફરિયાદો જોવા મળી છે. આ ફંગસ ઈન્ફેક્શનને બ્લેક ફંગસ એટલે કે કહે છે. આ ફંગસ મોટાભાગ ભીની સપાટી પર જ થાય છે.
આ બ્લેક ફંગસના લક્ષણો કયા છે?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઓળખ તેના લક્ષણોથી થઈ શકે છે. જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુ:ખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, લોહીની ઉલટી, માનસિક રીતે અસ્વસ્થ થવું અને કન્ફ્યૂઝનની સ્થિતિ સામેલ છે.
બ્લેક ફંગસનું સંક્રમણ કેવી રીતે થાય છે?
બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો શુગરના દર્દીઓને રહેલો છે અને અનિયંત્રિત શુગરવાળા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેરોઈડના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી, કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવાથી અને વોરિકોનાઝોલ થેરેપીથી સંક્રમણ થઈ શકે છે.
Evidence based Advisory in the time of #COVID-19 (𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐢𝐧𝐠, 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐢𝐬 & 𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐌𝐮𝐜𝐨𝐫𝐦𝐲𝐜𝐨𝐬𝐢𝐬) @MoHFW_INDIA @PIB_India @COVIDNewsByMIB @MIB_India #COVID19India #IndiaFightsCOVID19 #mucormycosis #COVID19Update pic.twitter.com/iOGVArojy1
— ICMR (@ICMRDELHI) May 9, 2021
ICMR ના જણાવ્યાં મુજબ કોરોના વાયરસથી ઠીક થઈ ચૂકેલા લોકોએ હાઈપરગ્લઈસિમિયા પર નિયંત્રણ કરવું જરૂરી છે. આ ઉપરાંત ડાયાબિટિક દર્દીઓએ બ્લડ ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું જોઈએ. સ્ટેરોઈડ લેતી વખતે યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને સમયગાળાનું ધ્યાન રાખો. ઓક્સિજન થેરેપી દરમિયાન ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો. જો દર્દી એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલનો ઉપયોગ કરી રહ્યો છે તો તેમાં પણ સાવધાની રાખવાની જરૂર છે.
ICMR એ જણાવ્યું છે કે, બ્લેક ભંગના કોઈ પણ લક્ષણને હળવાશમાં ન લો. કોવિડની સારવાર બાદ નાક બંધ થવાને બેક્ટેરિયલ સાઈનસિટિસ ન માનો અને લક્ષણ આવતા તરત જરૂરી તપાસ કરાવો. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની સારવાર તમે જાતે કરવાની કોશિશ ન કરો અને તેમાં સમય ન વેડફો. ICMR ના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમિતો કે ઠીક થઈ ચૂકેલા લોકોએ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કોરોના દર્દી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે અને રોજ ન્હાય. આ ઉપરાંત ધૂળવાળી જગ્યાઓ પર માસ્ક જરૂર પહેરે, ગાર્ડનિંગ કે માટીમાં કામ કરતી વખતે જૂતા, હાથ પગને ઢાંકતા કપડાં અને મોજા જરૂર પહેરે.