રીપોર્ટ@રાયગઢ: ગંભીર અકસ્માત, બસ ખાઈમાં પડતાં 7નાં મોત, 25થી વધુ મુસાફરો ઘાયલ

Maharashtra Bus Accident: મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
 
અકસ્માત@જમ્મુ કાશ્મીર: બસ ખીણમાં ખાબકતા 7 લોકોનાં મોત, 15 ઇજાગ્રસ્ત

         ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિર પાછળ હાઈવે પરથી જઈ રહેલી ખાનગી બસ ખાડામાં પડી ગઈ હતી. રાયગઢ એસપીના જણાવ્યા અનુસાર બસમાં 40 થી 45 લોકો સવાર હતા, જેમાંથી 7 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે.

           બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે સંકળાયેલા લોકો હતા, જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.રાયગઢ જિલ્લાના એસપીએ જણાવ્યું કે બસમાં 40 થી 45 મુસાફરો હતા, જેમાંથી 12 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠનના લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ પૂણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. પુણેથી પરત ફરતી વખતે તેમની બસને અકસ્માત નડ્યો હતો.

           એસપીના જણાવ્યા અનુસાર બસ લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો છે કે અન્ય કોઇ કારણ હોઇ શકે છે, તેની તપાસ કરવામાં આવશે.

            બીજી તરફ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 20 થી 25 લોકોને જ બચાવી શકાયા છે. ક્રેન સાથે દોરડું બાંધીને બચાવ કરવામાં આવી રહ્યો છે. બસ ઉંડી ખાઈમાં પડી જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થાનિક ટ્રેકર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.