રીપોર્ટ@હેલ્થ :ગેસ, કબજિયાત કે એસિડિટીથી છો પરેશાન? તમારા ઘરમાં જ આ 8 આયુર્વેદિક વસ્તુઓ, જડમૂળથી મટી જશે બીમારી

આજના સમયમાં તમામ લોકો ગેસ, કબજિયાત કે એસિડિટીની સમસ્યાથી પરેશાન.
 
ધારાસભ્ય@સાંતલપુર: 24 ગામોની સ્થિતિ ખરાબ, કોવિડ સેન્ટર શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર

          આ સમસ્યા માટે વારંવાર દવા લેવી તે યોગ્ય નથી.

  • આ 8 આયુર્વેદિક જડીબુટ્ટીઓની મદદથી સમસ્યા થશે દૂર.

            આજના સમયમાં લગભગ તમામ લોકો કબજિયાત, પેટ ફૂલી જવું, ભૂખ ના લાગવી, ગેસ, ઈર્રિટેબલ બાઉલ સિંડ્રોમ (IBS)ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

        અયોગ્ય જીવનશૈલી અને ખાનપાનને કારણે આંતરડાની સમસ્યા થાય છે. આ સમસ્યા માટે વારંવાર દવા લેવી તે યોગ્ય નથી. આ દવાઓને કારણે આરામ તો મળે છે, પરંતુ વધુ પડતી દવાનો ઉપયોગ કરવાથી આરોગ્યને નુકસાન પહોંચે છે. અહીંયા અમે તમે એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેની મદદથી તમે આ પ્રકારની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

      ત્રિફળા- આમળા, હરીતકી અને બિભીતકીને મિશ્ર કરીને ત્રિફળા બનાવવામાં આવે છે, જે પાચન સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર છે. ત્રિફળાનું સેવન કરવાથી મળત્યાગ અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શરીરમાંથી વિષાક્ત પદાર્થો દૂર થાય છે અને પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે.

       

હીંગ- ભોજન બનાવવામાં અથવા ચા બનાવવામાં હીંગ અને અજમાનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થાય છે અને પાચન યોગ્ય પ્રકારે થાય છે. જેનાથી પાચન અગ્નિમાં વૃદ્ધિ થાય છે, શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે અને ચયાપચયમાં સુધાર થાય છે.

ઈસબગુલ પાઉડર- ઈસબગુલ એક પ્રાકૃતિક ફાઈબર છે, જેનો રેચક રૂપે ઉપયોગ કરવામાં આવે છે. જેનું સેવન કરવાથી મળત્યાગ કરવામાં તકલીફ નથી. પાચનતંત્રમાં સોજો ઓછો થાય છે અને આંતરડા યોગ્ય પ્રકારે કામ કરે છે.

આદુ- આદુ એક નેચરલ એન્ટી ઈન્ફ્લામેટરી ફૂડ છે, જેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. પાચન યોગ્ય પ્રકારે થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આદુના સેવનથી ગેસ થતો નથી અને સોજો ઓછો થાય છે.

વરિયાળી- વરિયાળી એક નેચરલ કાર્મિનેટીવ છે, જે પાચનતંત્રમાં ગેસ અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે તથા કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.

દીવેલ- દીવેલ એક શક્તિશાળી રેચક છે, જેનાથી મળત્યાગ કરવામાં કોઈ તકલીફ થતી નથી. પાચનતંત્રમાં સોજો ઓછો થાય છે અને આંતરડા યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

હરીતકી- હરીતકી એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેનાથી પાચનતંત્રમાં સુધારો થાય છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. જેનું સેવન કરવાથી શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થો દૂર થાય છે અને આંતરડા યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

ઘી- ઘીનું સેવન કરવાથી હેલ્ધી ફેટ મળે છે. જેનાથી પાચનતંત્રને લ્યુબ્રિકેટ પ્રાપ્ત થાય છે અને નિયમિતરૂપે મળત્યાગ કરવામાં મદદરૂપ થાય છે. ઘીનું સેવન કરવાથી પાચનતંત્રમાં સોજો ઓછો થાય છે અને આંતરડાનું આરોગ્ય સારું રહે છે.