રીપોર્ટ@હેલ્થ: આ 4 સંકેત બતાવે છે કે શરીરમાં વિટામિન B12 થયો ઓછો, આ ટિપ્સ કરો ફોલો, બમણી તાકાત આવશે


વિટામિન B12 ની ઉણપ શરીરને શક્તિહીન બનાવે છે
 
મોંઘવારીઃ લીલા દુષ્કાળથી શાકભાજીના ભાવમાં 40%નો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • ટામિન B12 લોહીમાં RBC અને DNAનું નિર્માણ કરે છે
  • વિટામિન B12 ની ઉણપ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે

Symptoms of Vitamin B12 Deficiency: વિટામિન B12 એ પાણીમાં રહેલુ પ્રવાહી વિટામિન છે. તે લગભગ તમામ પ્રકારના ખોરાકમાં જોવા મળે છે.

વિટામિન B12માં મિનરલ કોબાલ્ટ, કંપાઇડ વગેરે જોવા મળે છે, તેથી તેને કોબાલામિન્સ પણ કહેવામાં આવે છે. વિટામિન B12 આપણા શરીરના ઓવર ઓલ વિકાસ માટે જરૂરી છે. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આરબીસીની રચના, ડીએનએનું સિંથેસિસ, કઇ રીતે એન્ઝાઇમ બનાવા વગેરે માટે ખૂબ જરુરી છે.

આ જ કારણ છે કે વિટામિન B12 ની ઉણપ શરીરને શક્તિહીન બનાવે છે. વિટામિન B12 એ પાણીમાં પ્રવાહી વિટામિન હોવાથી, કોઈપણ ખાદ્યપદાર્થને પાણીમાં નાખતાં જ વિટામિન B12 બહાર નીકળવાનું શરૂ કરી દે છે. આ જ કારણ છે કે મોટાભાગની વસ્તુઓમાં વિટામિન B12 હોવા છતાં ઘણા લોકોમાં તેની ઉણપ થઈ જાય છે.વિટામિન B12 ની ઉણપ શરીરને લાચાર બનાવે છે. કંઇ પણ કામ કરવાનું મન થતું નથી. વિટામિન B12 લોહીમાં RBC અને DNAનું નિર્માણ કરે છે. તેથી જ જ્યારે તેની ઉણપ હોય છે ત્યારે એનિમિયા એક રોગ બની જાય છે. જેના કારણે નસો પણ કમજોર થવા લાગે છે. જેના કારણે શરીર એનર્જીલેસ થવા લાગે છે. વિટામિન B12 ની ઉણપથી ગંભીર માથાનો દુખાવો, નબળાઇ, થાક, માથાનો દુખાવો, ઝડપી ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ, ચામડીના રંગમાં ઘટાડો અને નસો સંબંધી સમસ્યાઓ થાય છે
.

વિટામિન B12ની ઉણપના લક્ષણ
1. થાક અને નબળાઈ: એક હેલ્થ વેબસાઈટ અનુસાર, જ્યારે શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય છે, ત્યારે લોહીમાં RBC ઘટી જાય છે. જેના કારણે તમામ અંગો સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતો નથી. જ્યારે અંગોમાં ઓક્સિજનની ઉણપ હોય છે, ત્યારે બધા અંગોમાં થાક અને નબળાઇ શરૂ થાય છે. તેની સાથે જ ગંભીર માથાનો દુખાવો પણ થાય છે.

2. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા: જો શરીરમાં વિટામિન B12ની ગંભીર ઉણપ હોય, તો તે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થઇ જાય છે. આમાં RBCનું કદ મોટું થાય છે. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે, તો તે ઘાતક પરિણામો તરફ લઇ જઇ શકે છે.

3. યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ: વિટામિન B12 ની ઉણપ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. મગજની કામગીરી પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. આનાથી યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ થાય છે. આભાસની ફરિયાદ રહે છે.

4. ઘાતક એનિમિયાઃ આ રોગમાં વિટામિન B12નું શોષણ શક્ય નથી. જેના કારણે લોહીમાં RBCની ઉણપ થાય છે. શરીરમાં આરબીસીની ઉણપને કારણે ખૂબ થાક લાગે છે અને બેભાનની સ્થિતિ આવી શકે છે.

5. નસોમાં અને હાથ અને પગમાં કળતરઃ વિટામિન B12 ની ઉણપથી નસોને નુકસાન થાય છે. આ સાથે હાથ-પગમાં કળતર થવા લાગે છે.

વિટામિન બી12 ની ઉણપ દૂર કરવા શું કરવું ?

હેલ્થ રિપોર્ટ મુજબ, વિટામિન B12ની ઉણપ માટે ઈંડા, માછલી, ફોર્ટિફાઈલ સેરેલ્સ, દૂધ, અનાજ, લીલા શાકભાજી વગેરેનું સેવન વધારવું જોઈએ. જો થોડા દિવસો સુધી થાક લાગ્યા જ કરે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

( આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)