રિપોર્ટ@સુરત: સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા વધારાઈ, 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો
રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા
Aug 23, 2024, 19:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોલકાતામાં બનેલી ભયાનક ઘટનાઓ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા. કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા હતા. છ દિવસ બાદ હડતાળ સમેટાઈ હતી. આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માગણીઓ મૂકી હતી.
જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે. આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે.