ચોંક્યાં@દેશ: મહામારીમાં ઘર ચલાવવામાં મુશ્કેલી, લોકોએ લીધી 90 હજાર કરોડની ગોલ્ડ લોન
ચોંક્યાં@દેશ: મહામારીમાં ઘર ચલાવવામાં મુશ્કેલી, લોકોએ લીધી 90 હજાર કરોડની ગોલ્ડ લોન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કાળમાં ઘર ચલાવવાના ફાંફા પડતા લોકોએ જુલાઈ 2020 થી જુલાઈ 2021 ના સમયગાળા દરમ્યાન લગભગ 90 હજાર કરોડની ગોલ્ડ લોન લીધી હતી. પહેલી લહેરની તુલનાએ બીજી લહેરમાં 77 ટકા વધારે ગોલ્ડ લોન લેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન પર્શનલ લોનનો આંકડો પણ વધ્યો હતો. ફોર્મલ અને સર્વિસ સેક્ટર દ્વારા ક્રેડિટની માગ છેલ્લા 12 મહિનામાં ઓછી રહી છે પરંતુ ગોલ્ડ લોન અને ક્રેડિટ કાર્ડ કારોબાર પર આધારિત ચાલનારી રીટેલ લોન્સમાં અસાધારણ વધારો થયો છે. રિટેલ અથવા પર્શનલ લોન જે કુલ બેન્ક લોનના 26 ટકા છે છેલ્લા 12 મહિનામાં નવ ટકાની તુલનામાં જુલાઈ 2021 સુધીના 12 મહિનામાં 11.2 ટકાનો ઉછાળો આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિટેલ લોન્સમાં ગોલ્ડ લોનની બાકી રકમ વાર્ષિક આધારે જુલાઈ 2021 સુધી 77.4 ટકા અથવા તો 27,223 કરોડ વધીને 62,412 કરોડ થઈ ગઈ છે. સૌથી મોટી બેન્ક એસબીઆઈએ જુન 2021 સુધી ગોલ્ડ લોનમાં 338.76 ટકાનો વધારો થયો. એસબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે બેન્કની કુલ ગોલ્ડ લોન બુક 21,293 કરોડ રુપિયા હતું. જુલાઈ 2021 ના રોજ પૂરા થયેલા 12 મહિનાના સમયગાળામાં ક્રેડિટ કાર્ડની બાકીની રકમ 9.8 ટકા (10,000 કરોડ રુપિયા) વધીને 1.11 લાખ કરોડ થયું હતું. રિઝર્વ બેન્કના લેટેસ્ટ આંકડા અનુસાર, રીટેલ સેગમેન્ટ માટે બાકી લોન જુલાઈ 2021 સુધી 2.88 લાખ કરોડ રુપિયા વધીને 28.58 લાખ કરોડ થઈ હતી. બીજી તરફ જુલાઈ 2021 માં મોટા ઉદ્યોગોની લોન 2.9 ટકા વધીને 22.75 લાખ કરોડ થઈ હતી જેમાં એક વર્, પહેલા 1.4 ટકાનો વધારો હતો.