કાર્યવાહીઃ નકલી પનીરના કારખાનાનો પર્દાફાશ, આરોગ્ય વિભાગે રેડ પાડી આરોપીઓ ઝડપી પાડ્યા

નરોલીના એક ઘરમાં પનીર બનતું હોવાની માહિતી બહાર આવી હતી. જે મામલે આરોગ્ય વિભાગે તે મકાનમાં દરોડા કરીને પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
 
 file photo
નકલી પનીર ખાવાને કારણે ટાઈફોઈડ, કમળો અને અલ્સર જેવા રોગો પહેલા થઈ શકે છે. સાથેજ તેના કારણે પેટમાં દુખાવો અને માથામાં દુખાવો રહેવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે

અટલ સમાચાર, ડેસ્ક

નકલી પનીરના કારખાનાનો પર્દાફાશ આરોગ્ય વિભાગે રેડ પાડીને આરોપીઓને ઝડપી પાડ્યા રોજનું 15 હજાર કિલો નકલી પનીર બનતું હોવાનો અંદાજ સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં નકલી પનીરનું કારખાનું ઝડપાયું. જેમા એક મકાનમાં ચાલી રહ્યું આ નકલી પનીર બનાવામાં આવી રહ્યું હતું જે બાબતે આરોગ્યની ટીમને માહિતી મળી હતી.

છેલ્લા 2 દિવસથી આરોગ્ય વિભાગની ટીમ પણ વોચમાં હતી અને અંતે તેમણે તે રેડ કરીને આ આરોપીઓને રંગે હાથ નકલી પનીર બનાવતા ઝડપી પાડ્યા હતા. નરોલીના એક ઘરમાં પનીર બનતું હોવાની માહિતી બહાર આવી હતી. જે મામલે આરોગ્ય વિભાગે તે મકાનમાં દરોડા કરીને પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે રોજનું અહીયા 15 હજાર કીલો નકલી પનીર બનતું હતું. સમગ્ર મામલે આરોપીઓની પોલીસે અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


આપને જણાવી દઈએ કે નકલી પનીર ખાવાને કારણે ટાઈફોઈડ, કમળો અને અલ્સર જેવા રોગો પહેલા થઈ શકે છે. સાથેજ તેના કારણે પેટમાં દુખાવો અને માથામાં દુખાવો રહેવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ચામડીમાં પણ બળતરાની સમસ્યા થઈ શકે છે. કારણકે નકલી પનીર દૂધને બદલે હાનિકારક પદાર્થોમાંથી બનાવામાં આવતું હોય છે. પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમ્યાન સ્થળ પરથી રામબરન વર્મા નામનો મુખ્ય સૂત્રધાર પણ ઝડપાઈ ગયો હતો. પોલીસે ઝડપાયેલા નકલી પનીરના સેમ્પલ લઇ અને તેને તપાસ માટે મોકલ્યા છે. ટીમ દ્વારા સ્થળ પરથી 400 કિલોથી વધુનો નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી પનીર અને મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે. સાથે જ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામબરન વર્મા નામના આરોપીની ધરપકડ કરી છે.